વાગરામાં ટેન્કરમાંથી કેમિકલ લીકેજ થતાં દોડધામ મચી, ફાયર બ્રિગેડે સ્થિતિ પર કાબુ મેળવ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-02 16:29:46
  • Views : 79
  • Modified Date : 2024-02-02 16:29:46

ભરૂચ : વાગરા તાલુકામાં  મુલેર ચોકડી નજીક એક કેમિકલ ભરેલ ટેન્કર લીકેજ થતા દોડધામ મચી હતી. રોડ ઉપર ઢોળાયેલા કેમીકલમાંથી ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. ઘટનાની જાણ થતાંજ વાગરા પોલીસ સહિત ફાયરકર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.ગુરુવારે રાત્રીના સમયે વાગરા તાલુકાના મુલેર નજીક દહેજ-આમોદને જોડતા માર્ગ ઉપર એક ટેન્કરમાંથી કેમિકલ લીકેજ થયું હતું. કેમિકલ માર્ગ ઉપર વહેતુ થયું હતું.  કેમિકલ હવાના સંપર્કમાં આવતા તેમાંથી ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા.જોકે ફાયરકર્મીઓએ  ઘટનાસ્થળે પહોંચી લીકેજ બંધ કર્યું હતું. આ સમય દરમિયાન મુખ્ય મરહ પરનો વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ટેન્કરનો વાલ્વ તૂટી જવાના કારણે ટેન્કરમાં રહેલ કેમિકલ લીકેજ થયું હતું.

 

Download Our B K News Today App



Related News