સુરેન્દ્રનગરનો સેવાભાવી યુવાન વડીલોને કરાવી રહ્યો છે મફતમાં યાત્રા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-09 16:20:02
  • Views : 107
  • Modified Date : 2023-06-09 16:20:02

અક્ષય જોશી, સુરેન્દ્રનગર: હિન્દુ ધર્મમાં વર્ષોથી દાન, પુણ્ય સહિત ધાર્મિક સ્થળોની યાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે. પરંતુ પરિવારની સામાજીક અને આર્થિક પરિસ્થિતિને કારણે અમુક લોકો ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે ધાર્મિક સ્થળોની યાત્રા માત્ર એક સ્વપ્ન બની જાય છે. ત્યારે સુરેન્દ્રનગરના વરિષ્ઠ નાગરિકો એટલે કે વડીલો જેઓએ ક્યારેય યાત્રા ન કરી હોય તેમના માટે સુરેન્દ્રનગરનાં સેવાભાવી યુવાન ચંદ્રેશ પટેલે વિના મૂલ્યે અટલ યાત્રાનું આયોજન કર્યું છે. ત્યારે એક સાથે ત્રણ બસને લીલી ઝંડી આપી આજે રવાના કરવામાં આવી હતી.સુરેન્દ્રનગર ખાતે રહેતા અને જોરાવરનગર ખાતે કાર્યરત શિવલાલ આણંદજીભાઈ માકાસણા ચેરીટેબલ ટ્રસ્ટના ચંદ્રેશભાઈ પટેલ જેઓ વર્ષોથી જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારોને મદદરૂપ થઈ વિના મૂલ્યે અનાજ કીટ, તહેવારો પર મીઠાઈ વિતરણ, કપડાં  વિતરણ વગેરે નિશુલ્ક કરી રહ્યા છે.ચંદ્રેશભાઇ પટેલ દ્વારા પોતાના સ્વર્ગસ્થ માતા અને પિતાની યાદમાં અને દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિતે ખાસ અટલ યાત્રાનું આયોજન કર્યું હતું.જેમાં વર્ષ દરમિયાન ફૂલ ૪૦ બસ દ્વારા આ અટલ યાત્રા કાઢવાનું આયોજન કરાયું છે. ત્યારે આજે દશમાં રાઉન્ડમાં ત્રણ બસને લીલી ઝંડી આપી ધાર્મિક સ્થળોની યાત્રા માટે રવાના કરવામાં આવી હતી.આ  ત્રણ બસમાં અંદાજે 170થી વધુ વૃદ્ધ વડીલો ઉજજૈન, ઓમકારેશ્વર, હરસિધ્ધિ માતાજી, ડાકોર, વડતાલ સહિતના સ્થળોના દર્શન કરશે. અટલ યાત્રા અંતર્ગત ઉપડનાર તમામ બસનો ખર્ચ સહિત રહેવા અને જમવાનો ખર્ચ પણ સેવાભાવી યુવાન ચંદ્રેશ પટેલ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે.આજના કળિયુગમાં એક સગો દીકરો પોતાના માતા પિતા સાથે યોગ્ય વર્તન ન કરતા હોવાના બનાવો વધી રહ્યા છે.ત્યારે સેવાભાવી યુવાન ચંદ્રેશ પટેલ દ્વારા સ્વર્ગસ્થ માતા પિતાની યાદમાં વડીલો માટે નિ:શુલ્ક અટલ યાત્રાનું આયોજન કરી સમાજને ઉતમ અને પ્રેરણારૂપી ઉદાહરણ પૂરું પાડયું છે.આ યાત્રામાં અત્યાર સુધીમાં ૩૨ બસો દ્વારા ૧૩૦૦ થી વધુ વડિલોને વિવિધ ધાર્મિક સ્થળની યાત્રા કરાવી જોરાવરનગરના આ યુવાન ચદ્રેશભાઇ પટેલ કળયુગમાં શ્રવણની ફરજ બજાવી અનેક યુવાનો માટે ઉદાહરણરૂપ કાર્ય કરી રહ્યાં છેઅટલ યાત્રા અંતર્ગત ઉપડનાર તમામ બસનો ખર્ચ સહિત રહેવા અને જમવાનો ખર્ચ પણ સેવાભાવી યુવાન ચંદ્રેશ પટેલ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે.સુરેન્દ્રનગરના વરિષ્ઠ નાગરિકો એટલે કે વડીલો જેઓએ ક્યારેય યાત્રા ન કરી હોય તેમના માટે સુરેન્દ્રનગરનાં સેવાભાવી યુવાન ચંદ્રેશ પટેલે વિના મૂલ્યે અટલ યાત્રાનું આયોજન કર્યું છે.

 

Download Our B K News Today App



Related News