ડીસા તાલુકાના લુણપુર ગામે ડીસા તાલુકાના 8 ગ્રામ પંચાયતમાં ચુંટાયેલા સોલંકી પરીવારના સરપંચોનો સન્માન સમારોહ યોજાયો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-29 11:58:41
  • Views : 273
  • Modified Date : 2021-12-29 11:58:41

 

તાજેતરમાં યોજાયેલી ગામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલ નવા સરપંચોનો ઠેર-ઠેર  સન્માનિત કરવામાં આવી રહ્યા છે ટેકેદારો દ્વારા પણ પોતાના સરપંચ વિજેતા બને તે માટે બાઘાઓ રાખીને ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી જેના પગલે ગામ પંચાયતની ચૂંટણી પરીણામ જાહેર થતાં ની સાથે ચુંટાયેલા સરપંચોને લઈને ટેકેદારો માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ડીસા તાલુકાના લુણપુર ગામે ડીસા તાલુકાના 8 ગામ પંચાયતમાં ચુંટાયેલા  સોલંકી પરીવારના સરપંચોને સન્માનિત કરતાં સન્માન સમારોહ યોજાયો હતો જેમાં સમૌ નાના સમૌ મોટા  ઝાબડીયા સરપંચ દશાનાવાસ  સરપંચ સામઢી ગામ સરપંચ સહિત લુણપુર ગામનાં સરપંચ પ્રહલાદસીહ સોલંકી સહીત ચુંટાયેલા સરપંચો અને સભ્યોનો જાગીરદાર સમાજના પ્રમુખ બહાદુરસિંહ વાધેલાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મોટીસંખ્યામાં ડીસા તાલુકાના અનેક ગામોમાં થી સરપંચોનો ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ઉપસ્થિત કાર્યકમમાં ચુંટાયેલા સોલંકી પરીવારના સરપંચો અને સભ્યો દ્વારા દરેક ગામ પંચાયતમાં લોકોની અપેક્ષા મુજબ વિકાસનાં કામો કરવાની ખાત્રી આપી હતી દરેક ગામમાં રોડ રસ્તા પાણી ગટર સ્વચ્છ ગામ સારૂ શિક્ષણ ગામમાં આરોગ્ય લક્ષી સેવાઓ  પુરી પાડવામાં સદાય પ્રયત્નશીલ રહેવાની દરેક ગ્રામજનોને ખાત્રી આપી હતી જ્યારે આજે યોજાયેલ સન્માન સમારોહ કાર્યકમમાં ચુંટાયેલા સરપંચો અને સભ્યો દ્વારા ગ્રામજનો સાથે સમુહ ભોજન કરી એકતાના દર્શન કરાવ્યા હતા

Download Our B K News Today App



Related News