કચ્છના અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવવાનો મામલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-19 15:03:14
  • Views : 221
  • Modified Date : 2024-03-19 15:03:14

કચ્છના અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવવાનો મામલો. પોલીસે આરોપી મહંમદ રફીક ઉર્ફે બલી હાજી કાસમ કુંભારની કરી ધરપકડ. ઝુંપડામાં રહેતા મજૂરોને આરોપી મહંમદ રફીક મજૂરી કામ માટે લઇ જતો હતો પરંતુ નાણાં ચુકવતો ન હતો તેવો પીડિતોનો આક્ષેપ છે.મજૂરોએ મહંમદ રફીસ સાથે કામ કરવાનો ઇનકાર કરતા તેનો ખાર રાખીને તેણે 12 ઝુંપડાઓને આગ ચાંપી હોવાનો આક્ષેપ પીડિતોએ કર્યો છે. ઝુંપડામાં આગ લાગતા મજૂરો જીવ બચાવવા નાઠા હતા. ઘટનામાં કોઇ જાનહાની તો ન થઇ પણ ગરીબ મજૂરોના ઝૂંપડા બળીને ખાખ થઇ ગયા છે. હાલ તો ઘરબાર વગરના ગરીબ મજૂરોને ઉપર આભ અને નીચે જમીનનો સહારો છે.

Download Our B K News Today App



Related News