પૂર્વ આયોજીત કાવતરું અને હત્યાના પ્રયાસનો 32 સામે ગુનો નોંધાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-23 08:34:31
  • Views : 80
  • Modified Date : 2024-01-23 08:34:31

ભગવાન શ્રી રામની શોભાયાત્રા ખેરાલુમાં ગત રવિવારે નિકળી હતી. આ દરમિયાન બેલીમ વાસ વિસ્તારમાં કેટલાક યુવાનો અને મહિલાઓ સહિતના ટોળાએ શોભાયાત્રા પર પથ્થર મારો કર્યો હતો. તલવાર વડે હુમલો કરીને પ્રવીણ બ્રહ્મભટ્ટ નામના વ્યક્તિને ઈજા પહોંચાડી હતી. તેમજ અન્ય લોકોને પણ પથ્થરથી ઈજા થઈ હતી. શોભાયાત્રામાં હુમલો કરીને ઈજાઓ પહોંચાડવા ઉપરાંત નુક્સાન પહોંચાડવામાં આવ્યુ હતુ.ઘટનાને પગલે સ્થાનિક ખેરાલુ પોલીસે હવે 32 શખ્શો સામે નામજોગ ગુનો નોંધ્યો છે. જેમાં 2 મહિલાઓ પણ આરોપી તરીકે સામેલ છે. પોલીસે 12 આરોપીઓને ઝડપી લીધા છે અને અન્ય આરોપીઓની શોધખોળ શરુ કરી છે. પોલીસે આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ અને પૂર્વ આયોજીત કાવતરા વડે હુમલો કર્યાનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

Download Our B K News Today App



Related News