અમદાવાદ બોપલ ખાતે બનેલા હત્યાનો મામલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-11-14 19:27:27
  • Views : 183
  • Modified Date : 2024-11-14 19:27:27

*ગુનેગાર ભલે પોલીસ કર્મી હોય તે ગુનેગાર છે એટલે તેની સાથે ગુજરાત પોલીસ તરફથી ગુનેગાર જેવું જ વર્તન થશે: શ્રી વિકાસ સહાય.

 

*મૃતક યુવાનના પરિવારને ઝડપી અને સચોટ ન્યાય અપાવવા ખાતરી આપી

 

*બોપલ ખાતે બનેલા હત્યાના બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતા શ્રી પંકજભાઈ જૈન સાથે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે ટેલીફોનીક વાત કરી શોક વ્યક્ત કર્યો છે.

 

*શ્રી વિકાસ સહાયે મૃતક યુવાનના પિતાને આશ્વાસન આપ્યું છે કે, ગુનેગાર ભલે પોલીસ કર્મી હોય પરંતુ તે ગુનેગાર છે એટલે તેની સાથે ગુજરાત પોલીસ તરફથી ગુનેગાર જેવું જ વર્તન થશે. ગુનેગાર પોલીસ કર્મી સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને ખૂબ જ ટૂંકા સમયમાં સમગ્ર કેસની ચાર્જશીટ કરવામાં આવશે.

 

*પોલીસ કર્મી દ્વારા ગુનાને અંજામ આપવામાં આવ્યો તે વાતનો ખેદ વ્યક્ત કરી શ્રી વિકાસ સહાયે મૃતક યુવાનના પરિવારને ઝડપી અને સચોટ ન્યાય અપાવવા ખાતરી આપી છે.

Download Our B K News Today App



Related News