નકલી ડિગ્રી ધરાવતા હેલ્થ વર્કરનો મામલો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-12 15:35:26
  • Views : 72
  • Modified Date : 2023-12-12 15:35:26

રાજ્યમાં નકલી અધિકારીઓ થી લઈને નકલી ચિજોએ જાણે કે નકલીનો માહોલ સર્જી દીધો છે. આ દરમિયાન નકલી ડિગ્રી આધારે ફરજ બજાવતા નકલી હેલ્થ વર્કરનો મામલો મહેસાણાથી સામે આવ્યો હતો. જેમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નકલી ડિગ્રી ધારક કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 11 કર્મચારીઓને છૂટા કરવા માટે નોટીસ આપવામાં આવી છે. નકલી ડિગ્રી હોવાને મુદ્દે 11 કર્મચારીઓને છૂટાં કરવા માટે નોટીસ અપાઈ છે, ત્યાં વિગતો સામે આવી છે કે વર્ષ 2018 થી 2020 દરમિયાન 4 હેલ્થ વર્કરને કાયમી કરી દેવામાં આવ્યા હતા. જેને લઈ હવે આરોગ્ય વિભાગ સામે જ સવાલો થવા લાગ્યા છે કે, અમાન્ય યુનિવર્સિટીની ડિગ્રી હોવા છતાં તેમને કાયમી કેવી રીતે કરવામાં આવ્યા હતા. આ મામલો હવે ઉત્તર ગુજરાતમાં ચર્ચા જગાવી રહ્યો છે.

Download Our B K News Today App



Related News