વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાથે જનતા રેડમાં વધુ એક ઇસમ સામે ગુનો દાખલ થયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-22 11:53:01
  • Views : 362
  • Modified Date : 2022-03-22 11:53:01

બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાની સરહદને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે દર વર્ષે મોટા પ્રમાણમાં દારૂ વેચાય પણ છે અને એ સિવાય પણ છે પરંતુ પોલીસની સતર્કતાને કારણે મોટા પ્રમાણમાં બોર્ડર ઉપર સઘન ચેકિંગ દરમિયાન દારૂ ઝડપી પડતો હોય છે જે અંતર્ગત તાજેતરમાં જ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવેલી જનતા નો મામલો દિવસેને દિવસે ઉછળી રહ્યો છે જેમાં આજે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની જનતા રેડને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી ગેનીબેન ઠાકોરની દારૂની જનતા રેડ મામલે આજે સમગ્ર જનતા રેડ મામલે એસ પી નીરજ બડગુજરે પોતાના ખુલાસો આપ્યો હતો.જેમાં જનતા રેડ કરનાર આરોપીઓ સામે વધુ ગુનો દાખલ કર્યો હતો.જેમાં જનતા રેડ કરનાર આરોપી પ્રધાનજી ઠાકોરના ઘરમાંથી દારૂ ઝડપયો હતો.જે દરમ્યાન CDR ના આધારે પણ ગાડી ડ્રાઈવર દ્વારા આપેલી માહિતી પ્રાથમિક સ્તરે સાચી આવી હતી.જે બાદ જીલ્લા પોલીસ દારૂબંધીના કડક અમલ મામલે એલર્ટ બની હતી.અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની રજૂઆત બાદ પોલીસે દારૂબંધીના કડક અમલ માટે વધુ કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં પોલીસે 2021 માં 4236 દેશી દારૂના તેમજ  986 વિદેશી દારૂના કેશ કરી કડક કાર્યવાહી કરી છે.સરહદી જિલ્લો હોવાને લઇ બોર્ડર પર સઘન ચેકીંગ કરી દારૂ ઘુસણ ખોરી અટકાવવા કડક કાર્યવાહી કરાઇ હોવા પોલીસ વડા એ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News