પાલનપુરના સોનગઢ પાટીયા પાસે કાર પલટી ખાતા અકસ્માત સર્જાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-06 11:28:06
  • Views : 315
  • Modified Date : 2022-06-06 11:28:06

 

બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા અકસ્માતો વચ્ચે આજે પાલનપુરના સોનગઢ પાટીયા પાસે આજે કાર પલટી ખાઇ જવા પામી હતી જેમાં કારમાં સવાર બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

 

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના નેશનલ હાઇવે પર રોજેરોજ અકસ્માતો ની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે વારંવાર સર્જાતા અકસ્માતમાં અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટ્યા છે તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે ત્યારે વારંવાર સર્જાતા અકસ્માતનો ને લઇ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે ત્યારે આજે આવો એક વધુ અકસ્માત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સોનગઢ પાટીયા પાસે સર્જાયો હતો જેમાં આબુરોડ તરફથી આવી રહેલી કાર પાલનપુરના સોનગઢ પાટીયા પાસે અચાનક રોડ પર પલટી ખાઇ જવા પામી હતી પલટી ખાતા ની સાથે કારમાં સવાર બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બંને લોકોને તાત્કાલિક સ્થાનિક લોકોએ બહાર નીકળ્યા હતા કે બાદ અકસ્માતમાં ઈજાગ્રસ્ત બંને લોકોને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં જે પ્રમાણે રોજેરોજ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેને લઇ હાલમાં લોકોમાં ભય જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા નેશનલ હાઇવે પર પેટ્રોલિંગ વધારવામાં આવે અને પુરપાટ ઝડપે વાહન હંકારતા લોકો સામે કડકમાં કડક સજા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે

Download Our B K News Today App



Related News