બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં આજે એક કારમાં આકસ્મિક આગ લાગતા અફરા-તફરી સર્જાઇ હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-01 11:27:54
  • Views : 339
  • Modified Date : 2021-11-01 11:27:54

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી agni એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે ખાસ કરી લે વાહનો અને મોટા શોપિંગ સેન્ટરોમાં એક બાદ એક આગની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજે પાલનપુર દિલ્હી ગેટ વિસ્તારમાં આજે ફટાકડાના સ્ટોર ની બાજુમાં પાર્ક કરેલી કારમાં આકસ્મિક આગ લાગી ગઈ હતી. કાર ચાલક ગાડી પાર્ક કરીને કામ અર્થે ખસતા કારમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો અને પાલનપુર ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે ઘટનામાં કાર સંપૂર્ણ બળીને ખાખ થઇ જતાં કાર માલિક ને નુકસાન થયું હતું, સદનસીબે જાનહાનિ ટળી હતી .

 

Download Our B K News Today App



Related News