અમદાવાદમાં નશાની હાલતમાં કાર ચાલકે 4થી વધુ વાહનોને અડફેટે લીધા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-17 11:57:04
  • Views : 99
  • Modified Date : 2024-03-17 11:57:04

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે અમદાવાદ શહેરમાં ફરી રફતારનો કહેર યથાવત જોવા મળ્યો છે. અમદાવાદમાં નશાની હાલતમાં કાર ચાલકે 4થી વધુ વાહનોને અડફેટે લીધા છે. મેમનગરના સામ્રાજ્ય ટાવરથી સુખી પુરા ગામ સુધી કારચાલકનો આતંક જોવા મળ્યો છે.રસ્તામાં અનેક વાહનચાલકોને અડફેટે લીધા હતા. જેમાં  એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. સુખીપુરા ગામમાં લોકોએ કારચાલકને ઝડપી મેથીપાક ચખાડ્યો છે. લોકોના ટોળાએ મેથીપાક ચખાડતા આરોપી કાર મૂકી ફરાર થઈ ગયો હતો.  અમદાવાદના એ ડિવિઝન પોલીસે કારને કબજે લઈ ચાલકની શોધખોળ હાથ ધરી હતી.બીજી તરફ વલસાડના ગુંદલાવ હાઇવે પર અકસ્માત થયો હતો. જ્યાં ગેસ સિલિન્ડર ભરેલા ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત થતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

Download Our B K News Today App



Related News