જિલ્લા પંચાયત સંકુલમાં કર્મચારીએ દોડાવેલી કાર જનસેવા કેન્દ્રમાં ઘૂસી, મોટી જાનહાનિ ટળતા રાહત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-07 12:16:02
  • Views : 616
  • Modified Date : 2022-10-07 12:16:02

    મહેસાણા જિલ્લા પંચાયત સંકુલમા આવેલા જનસેવા કેન્દ્રમા આજે એકાએક અલ્ટ્રો કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. જાેકે જનસેવા કેન્દ્ર આગળ અરજદારો નહિ હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.મહેસાણા જિલ્લા પંચાયત સંકુલમા ગુરુવારે બપોરના સુમારે સંકુલમાં આવેલા જનસેવા કેન્દ્રમાં એક કાર ઘૂસી ગઈ હતી. જાેકે દિવાલને અથડાતા કારને નુકસાન થયું હતું અને અહીં કોઈ અરજદારો કે કર્મચારીઓ જનસેવા કેન્દ્ર બહાર ન હોવાથી મોટી જાનહાની ટળતા રાહત થઈ હતી. અકસ્માતની જાણ થતા અન્ય કર્મચારીઓનો અહી જમાવડો જમા થયો હતો અને કારને સહેજ ખસેડી ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢવામાં આવ્યો હતો. જાણવા મળેલી વિગતો મુજબ આ અલટો કાર જિલ્લા પંચાયતના જ એક કર્મચારીની હતી અને વિસનગરથી અહીં આવતા એક કર્મચારી દ્વારા ડ્રાઈવિંગ સીટ પર બેસી હાથ સાફ કરવા જતાં અચાનક કાર જનસેવા કેન્દ્રની દીવાલમાં ઘૂસી ગઈ હતી. જેથી પાઇપ તૂટી ગઈ હતી.

Download Our B K News Today App



Related News