પાટણના શંખેશ્વરના પંચાસર પાસે બે વાહનો વચ્ચે અકસ્માત સર્જાવાને લઈ કારમાં આગ લાગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-15 12:33:54
  • Views : 81
  • Modified Date : 2024-03-15 12:33:54

પાટણમાં પંચાસર પાસે અકસ્માત સર્જાતા બે વાહનો આગમાં લપેટાયા હતા. એક કાર અને પીકઅપ ડાલા વચ્ચે સામ સામે અકસ્માત શંખેશ્વરના પંચાસર નજીક સર્જાયો હતો. બંને વાહનોમાં જબદરસ્ત ટક્કર થયા બાદ આગ ફાટી નિકળી હતી. પળવારમાં જ બંને વાહનો આગની જ્વાળાઓમાં લપેટાઇ ગઇ હતી. બંને વાહનો આગમાં લપેટાઇ જતા બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.પંચાસર ગામે આગની જ્વાળાઓ ફાટી નિકળવાને લઈ વાહનમાં સવાર બે વ્યક્તિઓ આગની જ્વાળાઓમાં ફસાયા હતા. જેને લઈ બંને જીવતા ભૂંજાઈ ગયા હોવના સમાચાર સામે આવ્યા છે. ઘટનાને પગલે ફાયરની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ સ્થાનિક પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી.

Download Our B K News Today App



Related News