અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડીયાદ થી આણંદ વચ્ચે એક કારને અકસ્માત થયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-10 13:10:57
  • Views : 93
  • Modified Date : 2024-03-10 13:10:57

અમદાવાદ વડોદરા અકસ્માત હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે દોડતી એક કાર આગળ જતી ટ્રકના પાછળ ઘૂસી ગઇ હતી. કાર અથડાયા બાદ બ્લાસ્ટ થઇને આગમાં લપેટાઈ ગઇ હતી. કારમાં લાગેલી આગ ટ્રકમાં પણ પ્રસરી હતી. આમ ટ્રક અને કાર બંને આગમાં લપેટાઈ જવા પામ્યા હતા.કારમાં ત્રણ લોકો સવાર હતા અને તે ત્રણેયને ઈજાઓ પહોંચી હતી. ઇજાઓને લઈ ત્રણેય મુસાફરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આગ પ્રસરવાને લઈ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી.

Download Our B K News Today App



Related News