દાહોદમાં માણેકચોક ખાતે કારનો અકસ્માત થયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-10 15:47:01
  • Views : 70
  • Modified Date : 2023-12-10 15:47:01

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. આવી એક ઘટના દાહોદમાં સામે આવી છે. દાહોદમાં માણેકચોક ખાતે કારનો અકસ્માત થયો હતો. બેફામ કારે 2 લોકોને અડફાટે લેતાં ઈજાગ્રસ્ત થઈ હતા. તો અકસ્માત સમયે કારમાં 3 વ્યક્તિ હાજર હતા. તો અકસ્માત સર્જયા બાદ બે વ્યક્તિ સ્થળ પરથી ફરાર થયો હોવાની ઘટના બની હતી. તો પકડાયેલા યુવકને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. તો કારની અડફેટે આવેલા બંને લોકોની હાલત ગંભીર જોવા મળી છે. તો બંન્ને ઈજાગ્રસ્તોને હાલ વડોદરા સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.તો બીજી તરફ વડોદરાના ડભોઈમાં કારની અડફેટે બે યુવાનોના મોત થયા છે. તો ડભોઈના પણસોલી ગામ નજીક અકસ્માત સર્જાયો છે. બાઈકસવાર બે યુવાનોને અડફેટે લેતા મોત થયુ હતુ.તો બંને મૃતક યુવાનો છોટાઉદેપુરના રહેવાસી હોવાનું સામે આવી છે. તો અકસ્માત સર્જનાર ફરાર થયો હોવાનું સામે આવ્યુ છે.

Download Our B K News Today App



Related News