ડીસાના વાડીરોડ ટેકરા વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-31 11:19:18
  • Views : 281
  • Modified Date : 2022-07-31 11:19:18


ડીસા શહેરના શ્રમજીવી વિસ્તાર ગણાતા વાડી રોડ ટેકરા વિસ્તારમાં વધતા જતા રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.


હાલમાં જે રીતે સમગ્ર ડીસા તાલુકામાં રોગચાળાએ માથું છે તેને અટકાવવા માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાલમાં ઠેર ઠેર આરોગ્ય ચકાસણી કેમ્પો યોજવામાં આવી રહ્યા છે ખાસ કરીને વાયરલ ફીવરના સતત વધતા જતા કેસોને લઈ આરોગ્ય વિભાગ પણ સતત થયું છે અને જિલ્લામાં વાયરલના કેસોમાં ઘટાડો થાય તે માટે હાલ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામ લોકોનું આરોગ્ય તપાસવામાં આવી રહ્યું છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારીની સુચના અંતર્ગત ડીસાના શ્રમજીવી વિસ્તાર ગણાતા વાડી રોડ ટેકરા વિસ્તારમાં આજે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં 500થી પણ વધુ દર્દીઓને આરોગ્યને લગતી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી ખાસ કરીને આજે યોજાયેલા આ કેમ્પમાં નિષ્ણાતો દ્વારા ખાસ બાળકોમાં વધતા જતા વાયરલ ફીવરને અટકાવવા માટે નાના બાળકોને સારવાર આપવામાં આવી હતી. સતત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડીસા તાલુકામાં બીમારીને અટકાવવા માટે હાલમાં કેમ્પો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ડીસાના વાડી રોડ વિસ્તાર ખાતે યોજાયેલા આયુર્વેદિક સર્વે રોગ મેઘા નિદાન સારવાર કેમ્પમાં ડોક્ટરો દ્વારા તમામ લોકોને સારવાર પૂરી પાડવામાં આવી હતી આ વિસ્તારમાં મોટાભાગે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે ત્યારે આજે નિષ્ણાતો દ્વારા આ વિસ્તારમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરાતા સ્થાનિક લોકોએ પણ આરોગ્ય વિભાગનો આભાર માન્યો હતો...


Download Our B K News Today App



Related News