મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-07 15:19:36
  • Views : 96
  • Modified Date : 2024-02-07 15:19:36

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી. જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે. કેબિનેટ બેઠકમાં આજે બજેટની ફાળવણી બાદ યોજનાઓના ઝડપી અમલીકરણ પર સમીક્ષા કરવામાં આવશે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પર પણ ચર્ચા કરવામાં આવશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક યોજાઇ છે. આ બેઠકમાં કેબિનેટના મંત્રીઓ પણ ઉપસ્થિત છે. કેબિનેટની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસ પર ચર્ચા થવાની છે. લોકસભા ચૂંટણી પહેલા એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી શકે છે. આગામી 15થી 20 ફેબ્રુઆરી વચ્ચે લોકાર્પણ થાય તેવી શક્યતા છે. જેની તૈયારીઓને લઇને પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News