પાલનપુર ચંડીસર નજીક મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ ધડાકાભેર ટ્રેલર સાથે ભટકાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-20 14:45:26
  • Views : 346
  • Modified Date : 2022-06-20 14:45:26


દુર્ઘટનામાં બસમાં બેઠેલા બે મુસાફરો ગંભીર રીતે ઘાયલ

સ્થાનિક લોકોએ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી

પાલનપુરના ચંડીસર નજીક બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બસમાં સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. વાપી-ડીસા બસનો અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો દોડી આવી રાહતની કામગીરી શરૂ કરી હતી.

પોલીસ ઘટના સ્થળે પહોંચી

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતોના કારણે અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. જેમાં આજે પાલનપુરના ચંડીસર હાઈવે પર નજીક વાપી-ડીસા બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર અને બસનો અકસ્માત સર્જાતા આજુબાજુના અનેક લોકો મદદે પહોંચ્યા હતા. આ અકસ્માતમાં બસમાં સવાર બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં સ્થાનિક લોકોની મદદથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

 

Download Our B K News Today App



Related News