પ્રવાસનો આનંદ લુંટાયોઃ વિદ્યાર્થીઓને દાંતીયાથી દ્વારકાના પ્રવાસે લઈ જતી બસે પલટી ખાધી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-02-27 17:27:44
  • Views : 345
  • Modified Date : 2023-03-01 18:05:29

બનાસકાંઠા જિલ્લામાં થરાદના દાંતીયા પ્રાથમિક શાળાના બાળકો દ્વારકાના પ્રવાસે જઈ રહ્યા હતા. માર્ગ પર અચાનક બસ પલટી ખાતા 10 જેટલા બાળકોને નાની-મોટી ઈજાઓ પહોંચી થઈ છે.  હાલમાં  તમામ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને  થરાદની રેફરલ હોસ્પિટલમાં ખસેડી તમામની સારવાર શરૂ કરી દેવાય છે.   

 

વિદ્યાર્થીઓથી ભરેલી  આ બસને અકસ્માત નડ્યો છે.  બાળકો પ્રવાસે જઈ રહ્યા  હતા ત્યારે પીલુડા નજીક બસ પલટી ખાતા બૂમાબૂમ કરી હતી. આ અકસ્માતમાં  10  જેટલા બાળકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.  અકસ્માતની જાણ થતા જ આસપાસના સ્થાનિકો એકઠાં થઈ ગયા હતા.  સ્થાનિકો દ્વારા વિદ્યાર્થીઓને હેમખેમ બહાર કાઢી લેવાયા હતા. અકસ્માતમાં બાળકોને હાથ-પગ, મોઢે નાની-મોટી ઈજાઓ થતા સારવાર હેઠળ થરાદની હોસ્પિટલમાં  ખસેડવામાં આવ્યા હતા.  

 

 

Download Our B K News Today App



Related News