ખજૂરડી ગામમાં બુટલેગરે ફાર્મ હાઉસમાં ડબ્બામાં દારૂ છુપાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-15 15:12:53
  • Views : 285
  • Modified Date : 2024-03-15 15:12:53

રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા રહે છે. ત્યારે રાજકોટમાં ફરી એક વાર દારુનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના પડધરીના ખજૂરડી ગામે SMCના દરોડા પાડ્યા છે. ખજૂરડી ગામમાં બુટલેગરે ફાર્મ હાઉસમાં ડબ્બામાં દારૂ છુપાવ્યો છે. વોન્ટેડ ચંપક ઉર્ફે ડીંગો વેકરિયાના ફાર્મ હાઉસમાં દરોડો પાડ્યા છે. અલગ અલગ ડબ્બા તેમજ છુપાવેલી દારૂની બોટલો મળી આવી હતી. તેમજ 13 લાખ રૂપિયાની 5098 દારૂની બોટલ જપ્ત કરવામાં આવી છે.આ અગાઉ અમદાવાદમાં દારુનો જથ્થો ઝડપાયો હતો.  અમદાવાદમાં વોશિંગ મશીનની આડમાં દારૂની હેરાફેરીનો ખુલાસો થયો હતો. PCBએ લાખોનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. 102 વોશિંગ મશીનમાં 7500 દારૂની બોટલો છુપાવી હતી. ટ્રક, દારૂ સહિત 54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂની હેરાફેરી કરતા બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News