કાલાવડના માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પલળી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-02 14:28:55
  • Views : 101
  • Modified Date : 2024-03-02 14:28:55

વામાન વિભાગની આગાહી અનુસાર આજે જામનગર સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હોવાની સંભાવના છે. તેમજ જામનગરના કાલાવડમાં માવઠાંથી ભારે મુશ્કેલી સર્જાઈ છે. કાલાવડના માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પાણીમાં પલળી ગઈ છે. કપાસ, ધાણા, જીરૂ સહિતનો પાક પાણીમાં પલળતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.માવઠાંની આગાહી હોવા છતાં યાર્ડમાં ખુલ્લામાં જણસી મુકવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી છતાં યાર્ડ દ્વારા કોઈ પગલાં ન લેવાતા ખેડૂતોમાં રોષ જોવા મળે છે. અચાનક વરસાદ પડતાં ખેડૂતો અને વેપારીમાં જણસી બચાવા ભાગ દોડ થઈ હતી.બીજી તરફ આજે રાજકોટના જામકંડોરણા તાલુકાના અનેક ગામોમાં વરસાદ વરસ્યો છે. વરસાદી ઝાપટાંથી જગતનો તાત ફરી ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. જામકંડોરણા પંથકમાં ભારે પવન સાથે છૂટોછવાયો વરસાદ પડ્યો છે.

Download Our B K News Today App



Related News