બનાસકાંઠામાં દિયોદર પાસે કેનાલમાંથી 15 દિવસ અગાઉ મળેલી લાશનો ભેદ ઉકેલાયો : પોલીસે અત્યારે હત્યારા ભાગીદાર સહિત ત્રણ લોકોની અટકાયત કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-30 11:41:33
  • Views : 1780
  • Modified Date : 2021-05-30 11:41:33

     દિયોદર પાસે નર્મદા કેનાલમાંથી 11 મે ના રોજ અમદાવાદના રહેવાસી યસ પ્રજાપતિ લાશ મળી આવી હતી જેમાં થરાદ પોલીસે ઝીણવટ ભરી તપાસ કરતા તેમાં ભાગીદારેજ ભાગીદાર ની હત્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો મૂળ દિયોદર નો વતની કૌશિકભાઇ રામસ્વરૂપ સોની  અમદાવાદ ના ચાંદલોડિયા ખાતે રહે છે જે સોના ચાંદી તેમજ એમસીએકસનો ધંધો કરતો હોઇ અને તેની ઓળખાણ મૃતક યસ પ્રજાપતિ સાથે થતાં બને એકબીજાના પરિચયમાં આવતાં સોના-ચાંદીના ધંધાના ભાગીદાર બની ધંધો ચાલુ કર્યો હતો. તે દરમ્યાન કૌશિક સોની સાથે યસ પ્રજાપતિ અગાઉ માઉન્ટ આબૂ બંને જણા પોતાની પ્રેમિકાઓ સાથે ફરવા ગયેલ તે સમયે કૌશિક સોનીના પ્રેમિકા સાથેના ફોટા સોશ્યિલ મીડીયામાં વાયરલ થયા હતા જેથી બંને વચ્ચે ઝગડો થતા મનદુઃખ થયું હતું.

     બાદમાં બંને ધંધાના ભાગિદાર હોઇ ધંધામાં નુકશાન જતાં દુકાન બંધ કરતી વખતે ચાંદીના ભાગ પાડવા બાબતે પણ બંને વચ્ચે બોલાચાલી થતા ઝધડો વધી ગયેલ અને બન્ને એકબીજા ઉપર શંકા વહેમ કરવા લાગ્યા હતા. તેવા જ સમયે કૌશિક સોની અમદાવાદ સેટેલાઇટ વિસ્તારમાં ચીટીંગના ગુન્હામાં પકડાઇ ગયેલ અને જેમાં સાત મહિના જેલમાં રહેલ. તેના કારણે તેને પારિવારીક તથા આર્થીક મોટુ નુકશાન થયું હતું.જેથી કૌશીક સોનીએ પોતાને પોલીસે પકડેલ તેમાં યસ પ્રજાપતિનો હાથ હોવાનુ માની લઇ તેનો બદલો યસ પ્રજાપતી પાસે લેવાનુ નકકી કર્યું હતું, જેથી કૌશિક સોનીએ તેના મિત્ર દિવ્યેશ પટેલની મદદથી યસ પ્રજાપતિને વિશ્વાસ માં લઈ સમજાવી ફોસલાવી પોતાની પાસે બોલાવ્યા હતો. યસ પ્રજાપતિ પર રાજકોટમાં ચીટીગની અરજીઓ હોવાની વાત કૌશીક સોની જાણતો હોઇ તેણે યસને બોલાવી પોલીસની બીક બતાવી તેની પાસેથી પૈસા કઢાવવા હતા. આ પ્લાનમાં કૌશક સોનીએ તેના બે મિત્રો ભરતભાઇ વખતરામભાઇ વ્યાસ અને હિરેન ઠાકોરને પોલીસથી યસને ડરાવવામાં સામેલ કર્યા હતા.

     પ્લાન મુજબ દિવ્યેશ પટેલે યસ પ્રજાપતિને તેની હોન્ડાસીટી ગાડીમાં લઇને ચાણાસ્મા ખાતે લઇ આવતાં ગાડી ઉભી રખાવી ભરત તથા હિરેને પોલીસ તરીકેનો ડર બતાવી યસ પ્રજાપતિને ગાડીમાં બેસાડેલ અને ત્યાંથી કૌશિક સોની પણ સાથે ગાડીમાં બેઠેલ. ત્યાંથી યસ પ્રજાપતિનુ અપહરણ કરી દિયોદર કૌશિકના ખેતરમાં લાવ્યા હતા અને ત્યાં દિવ્યેશ પટેલ પણ પાછળથી આવી આ ચારેય જણાએ યસ પ્રજાપતિને ઓરડીમાં પુરી રાખી તેને ગડદાપાટુનો માર માર્યો હતો તેમજ કૌશિકે તેનો અગાઉનો બદલો લેવા તેની પાસે બે લાખ રૂપિયા માંગણી કરતાં યસ પ્રજાપતિએ પોતાના પિતાજી પાસે પચાસ હજારનુ આંગડીયુ દિયોદર કરાવ્યું હતું. અને પાંચ હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરી મેળવ્યા હતા.. તેમજ યસ પ્રજાપતિ પાસે વધુ રોકડ ન હોઇ તેની ગાડીનો વેચાણ લેખ બધાએ ભેગા મળી બળજબરીપૂર્વક ભરત વ્યાસના નામે કરાવ્યો હતો.

     ત્યારબાદ યસ પ્રજાપતિને છોડી દેવામાં આવશે તો તે બધા ઉપર ફરીયાદ કરી જેલમાં પુરાવી દેશે તેવા ડરના કારણે કૌશિકે યસ પ્રજાપતિને અપહરણ કરી ત્રણ દિવસ પુરી રાખી રાતના બે વાગ્યે ચારેય શખ્સોએ કેનાલ ઉપર જઇ યસ પ્રજાપતિને કેનાલમાં ધક્કો મારી તેની હત્યા કરી નાસી ગયા હતા.આમ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી કૌશિકભાઇ રામસ્વરૂપ સોની, દિવ્યેશ ઇશ્વરભાઇ પટેલ અને ભરતભાઇ વખતરામભાઇ વ્યાસ ને ગણતરીના દિવસોમાંજ પકડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

Download Our B K News Today App



Related News