પહેલા રકતદાન પછી રસીકરણના સૂત્રને સાર્થક કરવાની અપીલ સાથે આજે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-14 11:24:04
  • Views : 218
  • Modified Date : 2021-05-14 11:24:04

     સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોના સંક્રમણથી લોકો ત્રસ્ત બન્યા છે. ત્યારે મેડિકલ ક્ષેત્રે ઓક્સીજન, ઇન્જેક્શન સહિતની તાતી જરૂરિયાત ઉપરાંત કોરોના સારવાર અર્થે પ્લાઝમા, અને લોહીની જરૂરિયાત પણ ઊભી થઈ રહી છે. ત્યારે કટોકટીના આ સમયે ૧૮ થી ૪૫ વર્ષના યુવાનો રસીકરણ પહેલા રકતદાન અને જો કોરોના સંક્રમિત થયા બાદ સાજા થયેલા વ્યક્તિઓએ પ્લાજમા આપે તો કોઈ વ્યક્તિની જિંદગી બચાવી શકાય ત્યારે માનવતા માટેના આ મહાદાન માટે પાટણ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની અપીલ બાદ આજે યોજાયેલા રકતદાન કેમ્પમાં સામાજિક અંતર સાથે યુવાઓએ રકતદાન કરી સમાજસેવાનો નવો રાહ ચીંધ્યો છે. પાટણ શહેરના પારેવા સર્કલ પાસે આવેલા શિશુમંદિર શાળા સંકૂલ ખાતે આજે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ૧૮ થી ૪૫ વર્ષના યુવાઓને રકતદાન અને પ્લામા દાન આપવાની અપીલ કરતાં ૧૦૦થી વધુ લોકોએ આ અંગે પોતાની રકતદાન માટે ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે આજે સવારે ૯ થી બપોરે ૧ કલાક સુધી આ રકતદાન કેમ્પ શિશુમંદિર ખાતે રાખવામાં આવ્યો હતો. આ કેમ્પને જિલ્લા સંઘચાલક નિખિલભાઈ ખમારનગર સંઘચાલક નિરંજનભાઈ, ગુજરાત પ્રાંત સેવા પ્રમુખ જગદીશભાઇ, મહેસાણા વિભાગ સંઘચાલક નવીનભાઈ સહિતે દીપ પ્રાગટ્ય કરી રકતદાન કેમ્પને શરૂ કરાવ્યો હતો..જેમાં ૧૨ વાગ્યા સુધીમાં ૩૧ બોટલ રકત અને ૩ બોટલ પ્લાજમા એકત્ર થયું હતું .

     રકતદાન કરનાર યુવાનોએ પણ સમાજના યુવા આગળ આવી પહેલા રકતદાન પછી રસીકરણના સૂત્રને સાર્થક કરવાની અપીલ કરી હતી. સાથે સાથે રકતદાન કરીને જતાં યુવાઓને એક માટીનું કૂંડું અને પક્ષીઓ માટે માટીનું ઘર પણ આપવામાં આવ્યું જેથી કરીને અન્ય પક્ષીઓને પણ સંકટની ઘડીમાં ભૂલી ન જઈએ અને જીવસૃષ્ટિનું સંતુલન જળવાઈ રહે.

Download Our B K News Today App



Related News