ડીસાની તાલુકા સંઘ ખાતે જિલ્લાના પૂર્વ પ્રમુખ રાણા ભાઈ દેસાઈની અધ્યક્ષતા માં ભાજપની બેઠક યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-27 12:13:06
  • Views : 241
  • Modified Date : 2022-06-27 12:13:06

 

ડીસા તાલુકા સંઘ ખાતે ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ ની અધ્યક્ષતા માં ભાજપના કાર્યકર્તાઓ ની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ડીસા શહેર ધારાસભ્ય શશીકાંત પંડ્યા સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા.

 

જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દરેક પક્ષ પોતાની જીત માટે અત્યારથી જ એડીચોટીનું જોર શરૂ કરી દીધું છે ખાસ કરીને ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હાલ દરેક પક્ષ પોતાની જીત માટે હાલમાં બેઠકોનો દોર શરૂ કર્યો છે અને દરેક પક્ષ દ્વારા પોતાના પક્ષને વિજય બનાવવા માટે વધુમાં વધુ કાર્યકર્તાઓ પક્ષમાં જોડાઈ તે ખાસ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે આ વખતે ની યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ફરી એકવાર ગુજરાતમાં ભાજપનું શાસન આવે તે હેતુથી મુખ્યમંત્રી સહિતના ભાજપના પીઢ આગેવાનો બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે જે અંતર્ગત આજે ડીસાની તાલુકા કચેરી ખાતે પણ બનાસકાંઠા જિલ્લાના પૂર્વ પ્રમુખ રાણા ભાઈ દેસાઈ ની અધ્યક્ષતા માં ભાજપની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ડીસા શહેરી વિસ્તારમાં વધુમાં વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ફરી એકવાર ડીસા શહેરમાં ભાજપનો ભગવો લહેરાય તે હેતુંથી આ ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આજે યોજાયેલી આ બેઠકમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ડીસા શહેર પ્રમુખ પ્રતિકભાઇ પઢીયાર ડીસા શહેર મહામંત્રી રાકેશભાઈ પટેલ ડીસા શહેર ભાજપ મહામંત્રી હકમાજી જોષી સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત થઈ બેઠકમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી

Download Our B K News Today App



Related News