અમીરગઢ હાઇવે પર જીપ અને બાઈક વચચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક નું મોત નિપજ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-29 12:43:38
  • Views : 407
  • Modified Date : 2021-07-29 12:43:38

     અમીરગઢ પાસેથી પસાર થતા પાલનપુર આબુરોડ નેશનલ હાઇવે પર અકસ્માતોની બંથંભી વણઝાર યથાવત રહેતાં એકવાર ફરી બાઈક ચાલક નો ભોગ લીધેલ છે. અમીરગઢ થી પાલનપુર જતા રસ્તા પર આવેલ ધનપુરા પાસે થી બે વ્યક્તિઓ બાઈક પર અમીરગઢ તરફ આવી રહ્યા હતા તે દરમિયાન પાછળથી આવતા પિક અપ ડાલા ના ચાલકે પોતાનું વાહન પર ઝડપે હંકારતા ગતી મર્યાદાનું ભાન રાખતા આગળ જતાં બાઈક ને પાછળથી જોરદાર ટક્કર મારતા બાઈક દૂર સુધી ફંગોળાઈ ગયેલ હતી અને તેમાં સવાર બે માંથી એક વ્યક્તિનું ઘટના સ્થળે પ્રાણપંખેરું ઊડી ગયું હતું જ્યારે અન્ય એક બાઈક સવાર ને ઘંભીર ઈજાઓ થતાં તેને 108 દ્વારા તાત્કાલિક સારવાર માટે ખસેડાયેલ હતો અકસ્માત ના સમચાર સાંભળી અમીરગઢ પોલીસ દોડી આવી હતી અને મરણ જનાર વ્યક્તિની લાશનું પંચનામુ કરી પી એમ માટે લઈ જવાની તૈયારીઓ કરેલ હતી અકસ્માત સર્જનાર જીપ નો ચાલક અકસ્માત સર્જી પોતાની વાહન મૂકી ભાગી ગયેલ હતો અથી અમીરગઢ પોલીસે જીપ ચાલક સામે ગુનો નોધી આગળની કાર્યવાહી આરંભી છે.

Download Our B K News Today App



Related News