ડીસા થી લાખણી હાઈવે પર આજે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું ઘટના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-23 11:42:44
  • Views : 2775
  • Modified Date : 2021-10-23 11:42:44

 

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. જિલ્લામાં છેલ્લા એક મહિનાથી માર્ગ અકસ્માતના બનાવમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે મોટાભાગના અકસ્માતો મોટા એવી વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગ ના કારણે સર્જાઈ રહ્યા છે અત્યાર સુધી અનેક નાના-મોટા અકસ્માતો માં સૌથી વધુ બાઈક સવારો ના મોત નિપજ્યા છે વારંવાર સર્જાતા અકસ્માતોના કારણે હાઈવે ઓથોરીટીને હાઈવે પર બમ્પ મૂકવા માટે સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ સ્પીડ બ્રેકર ના મુકવામાં આવતા અત્યાર સુધી અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે આવો જ વધુ એક અકસ્માત આજે ડીસા લાખણી હાઈવે પર બાઇકને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા તાત્કાલિક ૧૦૮ને જાણ કરતા ૧૦૮ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી મૃતકની લાશને લાખણી સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News