વેરાવળમાં ઝડપાયેલા ડ્રગ્સ મામલે આરોપીની પુછપરછમાં મોટો ખુલાસો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-24 13:09:54
  • Views : 78
  • Modified Date : 2024-02-24 13:09:54

ગીર સોમનાથના વેરાવળના દરિયાઇ પટ્ટી વિસ્તારમાંથી ઝડપાયેલા કરોડોના હેરોઇન મામલે મોટા ખુલાસા સામે આવ્યા છે. આરોપી ધર્મેન્દ્ર કશ્યપની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.સામે આવ્યુ છે કે ડ્રગ્સનો જથ્થો ઓમાન બંદરેથી ચઢાવવામાં આવ્યો હતો.બે દિવસ પહેલા વેરાવળ દરિયાઇ પટ્ટી પરથી 350 કરોડનું 50 કિલો હેરોઇન ઝડપાયું હતુ.આ કેસમાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી આરોપી ધર્મેન્દ્ર કશ્યપની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ડ્રગ્સનો જથ્થો ઓમાન બંદરેથી ચઢાવવામાં આવ્યો હોવાનું ખુલ્યુ છે. મુર્તુઝા બ્લોચ વેરાવળ બંદરે નાલિયા ગોદીમાં જથ્થો પહોંચાડવાનો હતો.જથ્થો લેવા મોકલનાર ઈશાક હાલ દક્ષિણ આફ્રિકામાં હોવાની માહિતી છે. દક્ષિણ આફ્રિકામાં બેઠાં-બેઠાં ઈશાક લોકેશન સૂચના મોકલી આપતો હતો. તપાસમાં હેરોઈનના જથ્થાનું કનેકશન ઈરાન-પાકિસ્તાન સુધી ખૂલ્યું છે.

Download Our B K News Today App



Related News