13 વર્ષીય સગીરાની હત્યાના કેસમાં મોટો ખુલાસો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-02 15:24:47
  • Views : 111
  • Modified Date : 2023-07-02 15:24:47

રાજકોટમાં 27 જૂનના રોજ અમદાવાદ હાઈવે પર યુવરાજનગર વિસ્તારમાં રહેતી સગીરા ગુમ થઇ ગઇ હતી. જેની આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી અમૂલ ઈન્ડસ્ટ્રીઝની બંધ લેથ મશીનના કારખાનામાંથી સગીરાની લાશ મળી આવી હતી. આ કેસમાં હવે માટો ખુલાસો થયો છે.પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે હત્યા કરનાર શખ્સ કિશોરીનો પરિચીત જ હતો. ગોંડલનો આ કુખ્યાત શખ્સ કિશોરીના ઘરે આવતો જતો હતો. 27 તારીખે કિશોરી જ્યારે અમૂલ ઇન્ડસ્ટ્રીઝ પહોંચી ત્યારે તેની પાસે અઘટિત માંગણી કરી હતી. શોરીએ માંગણી ના સ્વીકારતા તેની હત્યા કરી હતી.પોલીસ 40થી વધુ શકમંદો સામે તપાસ કરી રહી હતી. આ શખ્સ સુધી પોલીસ પહોંચે તે પહેલા તેણે મોબાઇલ સ્વિચઓફ કરી દેતા પોલીસના શંકાના દાયરામાં આવી ગયો હતો. જે બાદ પોલીસે તેને ઝડપી પાડતા સમગ્ર ગુનાનો પર્દાફાશ થયો છે. આ અંગે ટૂંક સમયમાં પોલીસ સત્તાવાર વિગતો જાહેર કરશે.

Download Our B K News Today App



Related News