બાળકી ગુમ થવા મામલે મોટો ખુલાસો, માતાએ જ 7 મહિનાની બાળકીની કરી હત્યા !

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-29 13:32:27
  • Views : 109
  • Modified Date : 2023-07-29 13:32:27

 જૂનાગઢમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. નજીવી બાબતે માતાએ જ બાળકીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. માળીયા હાટીના  તાલુકાના માતરવાણીયા ગામની પરણિતાએ પોતાની 7 મહિનાની ફૂલ જેવી બાળકીને મોતને ઘાટ ઉતારતા પંથકમાં અરેરાટી ફેલાઈ છે.સમગ્ર ઘટનાની વાત કરીએ તો માળીયા હાટીના તાલુકાના માતરવાણીયા ગામે એક બાળકી ગુમ થવાની ઘટના સામે આવી હતી. બાળકી ગુમ થતાંપરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ બાળકી ન મળતાં આખરે તેમણે પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ માળીયા હાટીના પોલીસ અને વન વિભાગ તપાસ હાથ ધરી હતી.પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી બાળકીની શોધખાળ હાથ ધરી હતી. આ દરમિયાન બાળકી નદી કાંઠેથી મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે બાળકીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસે પરિવાર પર શંકાના આધારે પૂછપરછ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે બાળકીની માતાને કડક પૂછપરછ કરતા માતા પડી ભાંગી હતી અને સમગ્ર હકીકત જણાવી હતી.પોલીસ તપાસમાં બાળકીની માતાએ પોતાની 7 મહિનાની ફૂલ જેવી બાળકીને મોતને ઘાટ ઉતારી હોવાની કબૂલાત કરી હતી. બાળકીની માતાએ કબૂલાત કરી હતી કે વારંવાર થતા ઘર કંકાસથી કંટાળી પોતાની બાળકીને નદીમાં ફેંકી મોતને ઘાટ ઉતારી હતી. આ મામલે હાલ FSL દ્વારા તપાસ શરુ કરાઇ છે.

 

Download Our B K News Today App



Related News