અમદાવાદના જમાલપુરમાં પડ્યો મોટો ભૂવો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-01 15:12:06
  • Views : 84
  • Modified Date : 2023-07-01 15:12:06

અમદાવાદમાં ભારે વરસાદે અનેક વિસ્તારોમાં મુશ્કેલીઓ સર્જી દીધી છે. પ્રિ-મોન્સુન કામગીરીની પોલ પણ વરસાદને લઈ ખુલી ગયો છે. અમદાવાદમાં શહેરમાં અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં વિશાળ ભૂવો પડ્યો છે. જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ વિસ્તારમાં ભૂવો પડ્યો છે. વિશાળ ભૂવો પડવા બાદ કોર્પોરેશની ટીમ સ્થળપર પહોંચી છે અને ભૂવો પૂરવાની કામગીરી શરુ કરી છે. કોર્પોરેશન ભૂવાને ફરતે બેરિકેટીંગ કરી દેવામાં આવ્યુ હતુ અને જેના બાદ સમારકામ શરુ કરવામાં આવ્યુ હતુ.સ્થાનિકોએ કહ્યુ હતુ કે આ વિસ્તારમાં વારંવાર ભૂવા પડી રહ્યા છે. મુખ્ય રસ્તો છે અને આમ છતાં અહીં અવારનાર ચોમાસામાં ભૂવા પડી રહ્યા છે. આ વિસ્તારમાં ભૂવાને લઈ સમસ્યા સર્જાતી હોય છે, જીવના જોખમની ચિંતા સતાવતી હોય છે. વિસ્તારના લોકોએ આ માટે રજૂઆતો પણ અનેકવાર કરી છે.

Download Our B K News Today App



Related News