આજ રોજ ડીસાના તાલુકા હેલ્થ વિભાગ દ્વારા સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-27 12:10:25
  • Views : 249
  • Modified Date : 2021-12-27 12:10:25

આજ રોજ ડીસાના તાલુકા હેલ્થ વિભાગ દ્વારા સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં બાળકોને સાયકલો ચલાવવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા.જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે તેમ તેમ લોકોની આદતો પણ બદલાઈ રહી છે.. ત્યારે બદલાતી આ આદતોને કારણે હવે કેટલીક નવી નવી બીમારીઓ પણ ઘર કરી રહી છે.. ત્યારે ભારત સરકાર દ્વારા લોકોને શારીરિક શ્રમ કરવા અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.. છેલ્લા કેટલાક વર્ષોથી લોકો શારીરિક શ્રમ ઓછો કરી રહ્યા છે.. ત્યારે લોકો શારીરિક શ્રમના ભાગરૂપે સાયકલિંગ કરતાં થાય તે માટે આજે લોકોને જાગૃત કરવા માટે ડીસાના તાલુકા હેલ્થ વિભાગ દ્વારા સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં બાળકોને સાયકલો ચલાવવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા.. અને સાયકલિંગથી થતાં ફાયદા અંગે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News