ડીસા હવાઈ પીલર મેદાન ખાતે આખલા વચ્ચે સર્જાયું યુદ્ધ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-10 11:00:15
  • Views : 225
  • Modified Date : 2022-04-10 11:00:15

 

ડીસા શહેરમાં રખડતા ઢોરોના ત્રાસ વચ્ચે લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠયા છે ત્યારે આજે ડીસાના હવાઈ પીલર મેદાન ખાતે બે આખલા વચ્ચે ભારે યુદ્ધ ખેલાયું હતું. આજે સર્જાયેલા આખલા વચ્ચે યુદ્ધ માં વીજ થાંભલો ઝપેટમાં આવતાં ચાલુ વીજ થાંભલો ધરાશાયી થયો હતો વીજ થાંભલો ધરાશાયી થતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા..

 

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં કોઈ મોટી સમસ્યા હોય તો તે છે રખડતા ઢોરની સમસ્યા છેલ્લા ઘણા સમયથી ડીસા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ ખૂબ જ જોવા મળી રહ્યો છે જેના કારણે અનેક લોકો આ રખડતા ઢોરના કારણે મોતને ભેટયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે રખડતા ઢોરને નિયંત્રણ કરવા માટે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર સ્થાનિક તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ આજદિન સુધી તંત્ર દ્વારા એક પણ રખડતા ઢોરને દૂર કરવામાં આવ્યું નથી રખડતા ઢોરને તંત્ર દ્વારા દૂર ન કરાતા ડીસા શહેરના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ડીસાના હવાઈ પીલર મેદાન પાસે બે આખલા વચ્ચે ભારે યુદ્ધ ખેલાયું હતું જેમાં બે આખલાઓ એ ચાલુ વીજ થાંભલાને ઝપેટમાં લેતાં વીજ થાંભલો તૂટી અને ધરાશાયી થયો હતો વીજથાંભલા ધરાશાયી થતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા અને તાત્કાલિક સ્થાનિક લોકો દ્વારા ugvcl ના કર્મચારીઓને જાણ કરાતા ujvcl કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા વીજ પુરવઠો બંધ કરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ ડીસા શહેરમાં તંત્ર દ્વારા રખડતા પશુઓ ની સમસ્યાને દૂર કરવા ક્યારે પગલાં લેવાશે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે

Download Our B K News Today App



Related News