પાલનપુરમાંથી એક બાંગ્લાદેશી ઘુસણખોર યુવતી ઝડપાઈ : ફોરેનર્સ એકટ અને આધારકાર્ડ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-09 12:06:25
  • Views : 331
  • Modified Date : 2021-07-09 12:06:25

     કોરોના મહામારીના સમયમાં બનાસકાંઠાના પાલનપુરમાંથી એક બાંગ્લાદેશી ઘુસણખોર યુવતી ઝડપાઈ હોવાની ઘટના સામે આવી છે બાંગ્લાદેશમાં એજન્ટની મદદથી ભારતમાં ઘુસ્યા બાદ પશ્ચિમ બંગાળમાં ખોટા આધાર પુરાવાઓ ઊભા કરી આ યુવતી દેશના અલગ-અલગ રાજ્યોમાં ફરતી હતી . પાલનપુરમાંથી આજે એક ઘુસણખોરી કરીને આવેલી બાંગ્લાદેશી યુવતી ઝડપાઇ છે. પાલનપુર એસઓજીની ટીમને ખાનગી રહે માહિતી મળી હતી કે પાસપોર્ટ અને વિઝા વગર એક બાંગ્લાદેશી યુવતી અમદાવાદ થી પાલનપુર તરફ આવી રહી છે અને દિયોદર તરફ જઈ રહી હોવાની બાતમી મળતા જ SOG ની ટીમે પાલનપુર એરોમા સર્કલ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં જાણાતા એક યુવતી ની પૂછપરછ કરતા તે બાંગ્લાદેશમાંથી એજન્ટ મારફતે ભારત ના પશ્ચિમ બંગાળ રાજ્યમાં ઘૂસી હતી અને પશ્ચિમ બંગાળમાં ખોટા આધાર પુરાવા બનાવડાવી તે અલગ-અલગ રાજ્યમાં વસવાટ કરતી નથી. જેથી એસઓજીની ટીમે યુવતીની અટકાયત કરી ફોરેનર્સ એકટ અને આધાર કાર્ડ એક્ટ મુજબ તેના વિરુદ્ધ ગુનો નથી આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમજ આ યુવતી સાથે અન્ય કેટલા લોકો આ રીતે ઘૂસણખોરી કરીને આવ્યા છે તે અંગે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.

Download Our B K News Today App



Related News