સિદ્ધપુરની હાઇવે પર આવેલી ગુરુકુળ સ્કૂલ પાસે ગાડીમાંથી થેલાની ચીલઝડપ થઈ હતી..થેલો ઉઠાવતો લબરમૂછિયો સીસીટીવીમાં કેદ થયો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-25 12:37:23
  • Views : 351
  • Modified Date : 2021-07-25 12:37:23

સિદ્ધપુરમાં શનિવારે બપોરે 12.30 વાગ્યાના સુમારે સિદ્ધપુર ગામમાં સિદ્ધેશ્વરી સોસાયટી સામે બ્રહ્માણી પાર્લર ધરાવતા લવકુશ ભાઈ રામખિલાડી શર્મા પોતે દૂધનો ધંધો કરતા હોય દૂધ વેચી ધંધો કરી બપોરે ૧૨ વાગ્યાના સુમારે ગાડીમાં ખરાબી હોય સિદ્ધપુર હાઈવે ભાઈકાકા સોસાયટી પાસે આવેલા બ્રહ્માણી ગેરેજ ખાતે પોતાની ગાડી ઉભી રાખી ગેરેજમાં કારીગરને બતાવવા અંદર જઈ બહાર આવ્યા ત્યાં સુધીમાં કોઈ લબરમૂછિયો યુવક ગાડીમાંથી રૂપિયા ૪૦ હજાર રોકડા તેમજ અગત્યના દસ્તાવેજો સાથેનો થેલો ગાડીમાંથી ગાયબ થઈ ગયો હતો જેથી સીસીટીવી કેમેરા ચેક કરતા વળી લબરમૂછિયો થેલો લઈ ભાગી જતો જોવા મળ્યો હતો જેથી લવકુશભાઈ રામખિલાડી શર્મા દ્વારા સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ફૂટેજ સુપરત કરી લબરમૂછિયા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

 

Download Our B K News Today App



Related News