અમીરગઢના વિરમપુર પાસે ખેતરમાં 7 ફૂટ લાંબા અજગરનું ખેતર માલિકે જાતે જ રેસ્ક્યુ કરી અજગરને સુરક્ષિત જગ્યાએ છોડયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-23 12:15:36
  • Views : 330
  • Modified Date : 2021-08-23 12:15:36

     બનાસકાંઠામાં વિરમપુર ગામ પાસે એક ખેતરમાં આજે બપોરના સમયે અજગર ઘૂસી આવતાં અફડાતફડી નો માહોલ સર્જાયો હતો જોકે બાદમાં ખેતર માલિકે અંદાજિત સાત ફુટ લાંબા અજગરનો જાતે જ રેસ્ક્યુ કરીને કંતાન ના થેલા માં પૂરી સુરક્ષિત જગ્યાએ છોડ્યો હતો. અમીરગઢ તાલુકાના વિરમપુર ગામે આજે બપોરના સમયે એક બાજરીના ખેતર માં અજગર ઘૂસી આવ્યો હતો અજગર ના સમાચાર મળતા જ ખેતર માલિક સહિત આજુબાજુના લોકોમાં ભયનો માહોલ છવાયો હતો જોકે બાદમાં ખેતર માલિક સહિત આજુબાજુના લોકોએ સાથે મળી રેસ્કયુ હાથ ધાર્યું હતું અને આ અજગરને પકડીને જંગલ વિસ્તાર માં છોડી મુકાયો હતો .અંદાજીત 7 ફુટ લાંબા અજગરનો બે કલાક સુધી ની મથામણ બાદ સેસ્ક્યુ કરી પકડીને સુરક્ષિત જગ્યાએ છોડી દેતાં આજુબાજુના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

 

Download Our B K News Today App



Related News