68 વર્ષના વૃદ્ધને વેક્સિન પછી એલર્જી થઈ હતી, એનાથી જ તેમનું મોત થયું; તેમને 8 માર્ચે વેક્સિન અપાઈ હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-15 17:09:28
  • Views : 365
  • Modified Date : 2021-06-15 17:09:28

     ભારતમાં કોરોના વેક્સિનને કારણે એક 68 વર્ષના વૃદ્ધનું મોત થયું હોવાનો ખુલાસો થયો છે. સરકાર તરફથી બનાવવામાં આવેલી પેનલ દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો છે. ઈન્ડિયા ટૂડેના જણાવ્યા પ્રમાણે, 68 વર્ષના વૃદ્ધને 8 માર્ચના રોજ વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. ત્યાર પછી તેમને એનાફિલેક્સિસ જેવી સાઈડ ઈફેક્ટ જોવા મળી હતી. ત્યાર બાદ વૃદ્ધનું મોત થયું હતું. આ એક પ્રકારનું એલર્જિક રિએક્શન હોય છે.

     વેક્સિન લગાવ્યા પછી કોઈ ગંભીર બીમારી થવા અથવા મોત થવાને વૈજ્ઞાનિક ભાષામાં એડવર્સ ઈવેન્ટ ફોલોઈંગ ઈમ્યુનાઈઝેશન (AEFI) કહેવામાં આવે છે. આ રિએક્શન થવાથી આખા શરીરમાં ખૂબ ઝડપથી દાણા દેખાવા લાગે છે. AEFI માટે કેન્દ્ર સરકારે એક કમિટી બનાવી છે. આ કમિટીએ વેક્સિન લગાવ્યા પછી થયેલા 31 મોતના અસેસમેન્ટ પછી પહેલું મોત વેક્સિનને કારણે થયું હોવાનું કન્ફર્મ કર્યું છે.રિપોર્ટ પ્રમાણે, AEFI કમિટીના ચેરમેન ડૉ. એનકે અરોરાની અધ્યક્ષતામાં તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે વધુ બે લોકોને વેક્સિન લીધા પછી એનાફિલેક્સિસની સમસ્યા જોવા મળી છે. તેમની ઉંમર 20 વર્ષની આસપાસની હતી. જોકે હોસ્પિટલમાં સારવાર પછી બંનેની તબિયતમાં સુધારો આવ્યો હતો. તેમને 16 અને 19 જાન્યુઆરીએ અલગ-અલગ વેક્સિન આપવામાં આવી હતી.        

     ડૉ. અરોરાએ આ વિશે વધુ કંઈપણ કહેવાની ના પાડી છે. જોકે તેમણે એવું ચોક્કસ કહ્યું છે કે હજારમાં એકાદ વ્યક્તિને એલર્જીનું રિએક્શન થાય છે, જો વેક્સિન પછી એનાફિલેક્સિસનાં લક્ષણ દેખાય તો તેમને તરત સારવારની જરૂર હોય છે. હજાર લોકોમાંથી 1ને એનાફિલેક્સિસ અથવા ગંભીર એલર્જી રિએક્શનની સમસ્યા હોય છે.રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, વધુ 3 લોકોનાં મોત વેક્સિનને કારણે થયા હોવાનું માનવામાં આવે છે, પરંતુ હજી એનો ખુલાસો થવાનો બાકી છે. સરકારી પેનલના રિપોર્ટ પ્રમાણે, વેક્સિન સાથે જોડાયેલા અત્યારે એ પણ રિએક્શન સામે આવી રહ્યા છે તેની અપેક્ષા પહેલેથી જ હતી. એ માટે સાઈન્ટિફિક એવિડન્સના આધારે વેક્સિનેશનને જવાબદાર ઠેરવી શકાય છે. આ રિએક્શન એલર્જી સંબંધિત અથવા એનાફિલેક્સિસની હોઈ શકે છે.

    એનાફિલેક્સિસ સામાન્ય રીતે એલર્જી ઊભી કરનારાં તત્ત્વોના સંપર્કમાં આવતાં જ તરત જ એનું સ્વરૂપ દર્શાવે છે. જોકે અમુક વખત આ એલર્જી સામે આવતાં અમુક કલાકો પણ થઈ જાય છે. એની સારવારમાં એપિનફિરીનનો શોટ ફાયદાકારક રહે છે અને એ તરત દર્દીને આપવાનો હોય છે. આ એક અડ્રેનલિન ઓટો-ઈન્જેક્ટર હોય છે, જે બ્લડ વેસલ્સને સાંકડી કરે છે. એનાથી મસલ્સને સ્મૂથ કરવામાં મદદ મળે છે અને શ્વાસ લેવાની તકલીફ પણ દૂર કરી શકાય છે.


Download Our B K News Today App



Related News