સાઠંબામાં 4 વર્ષની માસુમ પર 68 વર્ષના ફુવાએ દુષ્કર્મ આચર્યુ, બાળકીની સ્થિતિ ગંભીર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-20 13:59:34
  • Views : 112
  • Modified Date : 2023-08-20 13:59:34

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા વિસ્તારમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. બાળકીના 68 વર્ષીય ફુવાએ જ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. સાઠંબા પોલીસે આરોપી વૃદ્ધ ફુવા સામે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. બાળકીને ઈજા પહોંચી હોવાને લઈ તેને બાયડ સ્થાનિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઈજાઓ ગંભીર જણાતા બાળકીને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.સાઠંબા વિસ્તારથી નજીકમાં આવેલ મહિસાગર જિલ્લાની હદમાં રહેતા ફુવા બાળકી ઘરે આવ્યા હતા. જ્યાં આ ઘટના ઘટી હતી. ઘટનાને પગલે સ્થાનિક પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે અને બાળકીના ફુવાને ઝડપી લઈને કાર્યવાહી શરુ છે.માસુમ બાળકી પર ફુવાએ ગુજારેલા દુષ્કર્મને લઈ ગુપ્તાંગો પર ગંભીર ઈજાઓ પહોંચી છે. જેને લઈ બાળકીને સ્થાનિક બાયડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ દરમિયાન બાળકીની સ્થિતિ નાજૂક હોવાને લઈ તેને મોડી રાત્રી દરમિયાન હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સિવિલ સુત્રો મુજબ હાલમાં બાળકીની સ્થિતિ સ્થિર છે અને ડોક્ટરોની ટીમ દ્વારા તેની પર સતત નજર રાખવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News