બનાસકાંઠાના પાલનપુર ખાતે રહેતા એક 63 વર્ષીય વ્યક્તિ અચાનક મેગ્નેટ મેન બની ગયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-18 12:11:07
  • Views : 179
  • Modified Date : 2021-06-18 12:11:07

         આપ જોઈ રહ્યા છો તે આ વ્યક્તિ  નવીન ભાઈ રાવલ છે. જી હા બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ના નવજીવન સોસાયટી નજીક આવેલી જીવનજ્યોત સોસાયટી ખાતે રહેતા નવીનભાઇ રાવલ જેવો ચાર દિવસ અગાઉ પોતાના ઘરે સૂતા હતા.તે સમયે તેમના શરીર પર સિક્કા ચોટી ગયા હતા.જોકે તે સિક્કા તેઓ ઉખાડવા જતા અચાનક તેમને મેગ્નેટ જેવો અહેસાસ થયો તે બાદ તેઓએ ફરી સીક્કા સહિત બીજી ચમચી, રીમોટ સહિત લોખંડની ચીજવસ્તુઓ ચોંટાડવાનો પ્રયાસ કરતા તમામ વસ્તુઓ તેના છાતીના ભાગે તેમજ પીઠના ભાગે  ચોંટી ગઈ આ સ્થિતિને જોઈ નવીનભાઇ સહિત તેમનો પરિવાર ચોંકી ઉઠ્યો.અને એક ગભરાટ સાથે તુરંત જ સ્થાનિક હોસ્પિટલમાં જઈ આ અંગે ડોક્ટરને જાણ કરી હતી. જોકે ડોક્ટર પણ આ મેગ્નેટ જેવુ કઈ રીતે બની ગયું તે અંગે રહસ્ય માની રહ્યા છે.જોકે તબીબી સુત્રોના જણાવ્યા અનુસાર આ વૃધ્ધનું સીટી સ્કેન કરવું ખુબ જ અઘરું છે.જેને લઈ પ્રાથમિક તપાસ કરી હતી.પરંતુ આ સ્થિતિથી તબીબો પણ વાકેફ થઈ શક્યાં ન હતાં.

Download Our B K News Today App



Related News