રાજકોટના સ્મશાનમાં અંતિમસંસ્કાર પહેલા ડેડબોડીમાં હલનચલન, સ્વજનો મૃતદેહ લઇ હોસ્પિટલે દોડ્યા, તબીબે કહ્યું- માયોફિબ્રિલ્સમાં રાસાયણિક ફેરફારથી આવું થાય.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-05 15:18:00
  • Views : 1829
  • Modified Date : 2021-05-05 15:18:00

     રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલમાં ગઇકાલે રાત્રિના રાજેન્દ્રસિંહ મહાવીરસિંહ જાડેજા નામના 46 વર્ષીય દર્દીનું મોત થયું હતું. જે બાદ પરિવારજનોને 8.45 વાગ્યે મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. મૃતદેહને રામનાથપરા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર ખાતે લઇ જવામાં આવ્યો હતો. જોકે સ્મશાન પહોંચ્યા બાદ ડેડબોડી હલે છે તેમ કહી તેમનું સ્વજન જીવે છે સમજી પરત સિવિલ હોસ્પિટલ લઇ દોડી આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબે પરિવારજનોને જણાવ્યું હતું કે, માયોફિબ્રિલ્સમાં રાસાયણિક ફેરફારના કારણે શરીરના સ્નાયુઓમાં કેટલીક વખત સખ્તાય આવે એટલે આવું થાય. આ સાંભળી પરિવારજનોની અંતિમ આશ પર પાણી ફરી વળ્યું હતું અને ફરી સ્મશાને લઇ જઇ અંતિમસંસ્કાર કર્યા હતા.

    રાજકોટના સદગુરુનગર શેરી નંબર 9માં રહેતા 46 વર્ષીય રાજેન્દ્રસિંહ જાડેજાનું કોરોના સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે બાદ સ્વજનો દ્વારા દર્દી જીવે છે તેમ સમજી મૃતદેહ સ્મશાનથી ફરી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. અહીં હોસ્પિટલ ખાતે તાત્કાલિક ધોરણે ડોક્ટર દ્વારા પેશન્ટનું ચેકઅપ કરવામાં આવતા પરિવારજનોને પોતાનું દર્દી મૃત છે તેની ખાતરી કરાવી આપી હતી. એક ઘડી તો પરિવારજનોમાં પણ આશા જાગી હતી કે પોતાના સ્વજન જીવતા છે પણ ડોક્ટરે ખાતરી કરતા ફરી પરિવારજનોની આશા પર પાણી ફરી વળ્યું હતું.

    ડોક્ટર દ્વારા પરિવારજનોને માહિતી આપી કે, દરેક વ્યક્તિના મૃત્યુ બાદ મૃતકના શરીરમા આ પ્રકારની મુવમેન્ટ જોવા મળતી હોય છે. જેને રિગોર મોર્ટિસ કહેવામાં આવે છે. રિગોર મોર્ટિસ એ પોસ્ટમોર્ટમ પરિવર્તન છે. જેના પરિણામે તેમના માયોફિબ્રીલ્સમાં રાસાયણિક ફેરફારોને કારણે શરીરના સ્નાયુઓ સખ્તાયમાં આવે છે. રિગોર મોર્ટિસ મૃત્યુ પછીના સમયનો અંદાજ કાઢવામાં તેમજ મૃતદેહને મૃત્યુ પછી ખસેડવામાં આવ્યો છે કે કેમ તે શોધવા માટે મદદ કરે છે. તબીબોની સમજણ બાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી મૃતક રાજેન્દ્રસિંહ જાડેજાની ડેડબોડી તેમના પરિવારજનોને ફરી પરત કરી મોટામવા સ્મશાન ખાતે અંતિમવિધિ માટે લઇ જવામાં આવી હતી.


Download Our B K News Today App



Related News