જામનગરમાં નવાગામ ઘેડમાં રહેતા 45 વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-02-16 17:09:56
  • Views : 46
  • Modified Date : 2025-02-16 17:09:56

જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા 45 વર્ષના એક યુવાનને હૃદય રોગનો હુમલો જીવલેણ સાબિત થયો છે, અને હાર્ટ એટેક આવી ગયા બાદ તેનું મૃત્યુ નીપજયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડમા રહેતા શૈલેષ રામજીભાઈ ગોહિલ નામના 45 વર્ષના યુવાનને ગઈકાલે ઓશવાળ કોલોની વિસ્તારમાં એકાએક હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને તેનું હાર્ટ બેસી જતાં મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે કપિલ હરિભાઈ પટેલે પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન પોલીસે બનાવના સ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. પ્રાથમિક તપાસમાં તેઓને હાર્ટ એટેક આવી જતાં મૃત્યુ નીપજ્યું હોવાનું જણાવાયું છે.

Download Our B K News Today App



Related News