બોટાદના બરવાળામાં રોડ પર પાણી ભરેલા ખાડામાં 4 વર્ષીય બાળક ડૂબતાં મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-13 16:54:42
  • Views : 103
  • Modified Date : 2023-07-13 16:54:42

બોટાદના બરવાળામાં રોડ પર પડેલા ખાડામાં 4 વર્ષીય બાળક ડૂબતાં મોત થયું છે. ચોકડી ગામે રોડ પર પાણી ભરેલા ખાડામાં બાળક ડૂબ્યો અને ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. ઘાટને લઈ બરવાળા મામલતદાર, TDOએ સ્થળની મુલાકાત લીધી.સમગ્ર શહેરમાં પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર રસ્તાઓ બિસ્માર બન્યા છે. ત્યારે બોટાદમાં આ રસ્તા પર પડેલા ખાડાને કારણે બનાવ બન્યો છે. ખાડામાં ડૂબી જતા 4 વર્ષીય બાળકનું ઘટનાસ્થળે મોત થયું છે. ખાડામાંથી બાળકને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ બાળકનો જીવા બચી શક્યો નહિ. બરવાળાની સરકારી હોસ્પિટલમાં બાળકનું પોસ્ટમોર્ટમ કરવામાં માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.ગામના પાદરમાં રોડ પર મોટો ખાડો પડ્યો હતો. પડેલા ખાડાના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે. મૃતક બાળકનું નામ સોહમ ગોરસવા હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનાની જાણ તંત્રને થતાં બરવાળા મામલતદાર, TDOએ સ્થળની મુલાકાત લીધી હતી. બનાવને લઈ તાલુકામાં પ્રિ-મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા હતા. તંત્રએ પ્રિમોન્સૂન કામગીરી ફક્ત કાગળ પર કરી હોવાના આક્ષેપો ગ્રામ જનો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News