સુરતમાં પાલિકાના વાહને 2 વર્ષની બાળકીનો લીધો જીવ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-09 14:14:28
  • Views : 112
  • Modified Date : 2023-06-09 14:14:28

સુરતમાં ફૂલ સ્પીડે અને ગફલતભરી રીતે વાહન હંકારી અવાર નવાર અકસ્માત સર્જાતો હોય છે. જેમાં કેટલાય નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે સુરતમાંથી વધુ એક આવો બનાવ સામે આવ્યો છે. સુરતના અમરોલીમાં પાલિકાના કાળમુખા વાહને માસુમ બાળકીનો જીવ લીધો છે. અમરોલીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ડોર ટુ ડોર ગાડી ચાલકે 2 વર્ષની બાળકીને કચડી નાખી છે. આ દુર્ઘટનામાં બાળકીનું મૃત્યુ નીપજ્યું છે. અન્ય એક 7 વર્ષની બાળકીને પણ પગમાં ઈજાઓ થઈ છે. આ દુર્ઘટનાને કારણે બાળકીનાં પરિવારમાં શોકનો માહોલ છે. પોતાની દીકરીને અકસ્માતમાં ગુમાવવાથી પરિવારજનો રોષે ભરાયા છે.મળતી માહિતી અનુસાર, શહેરના અમરોલીમાં આજે સવારે પાલિકાના કચરા ભરવાના વાહને બે બાળકીઓને અડફેટે લીધી હતી. જે બાદ ઘટના સ્થળે રાહદારીઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરતા અમરોલી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અકસ્માતમાં 2 વર્ષની માસુમ બાળકીનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે અન્ય એક 7 વર્ષની બાળકીને પગમાં ઈજાઓ થઈ છે. આ ઘટનાને લઈને સ્થાનિક લોકો રોષે ભરાયા છે.હાલ પોલીસ દ્વારા ઈજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તો મૃતક બાળકીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

Download Our B K News Today App



Related News