ગોંડલના રૂપાવટી ગામમાં 2 વર્ષની બાળકી પર શ્વાને કર્યો હુમલો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-31 18:01:59
  • Views : 104
  • Modified Date : 2023-12-31 18:01:59

રાજ્યભરમાં દિવસે દિવસે શ્વાનનો આતંક વધતો જાય છે. ત્યારે રાજકોટ જિલ્લામાં વધુ એક વખત શ્વાનનો આતંક સામે આવ્યો છે.ગોંડલના રૂપાવટી ગામમાં 5 વર્ષની માસુમ બાળકીને 2 શ્વાને મોઢા પર બચકાં ભર્યા છે.અને બાળકીને ગંભીર રીતે ઈજાઓ પહોંચી છે.શ્વાન દ્વારા એટલી ગંભીર હદે ઈજા પહોંચાડવામાં આવી છે કે તેને મોઢા પર પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. બાળકીને પ્રથમ ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારબાદ હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવી છે.તો બીજી તરફ થોડા દિવસો અગાઉ અમદાવાદના સરખેજ વિસ્તારમાં કપિરાજનો આતંક જોવા મળ્યો હતો. એક મહિનાથી સરખેજના રોજા, ચિકુની વાડી સહિતના વિસ્તારમાં કપિરાજે ઉપદ્રવ મચાવ્યો છે. સરખેજ વિસ્તારમાં 5 દિવસથી કપિરાજની ટોળીનો ત્રાસ વધ્યો છે.

Download Our B K News Today App



Related News