ઓનલાઇન અભ્યાસ દરમિયાન પોર્ન વીડિયો જોવાની ટેવ 12 વર્ષનો છોકરાને પડી,જેના પછી તેણે 6 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-20 12:40:33
  • Views : 358
  • Modified Date : 2021-03-20 12:40:33

      આ સમાચાર તે લાખો માતા-પિતા માટે મોટી ચિંતાનું કારણ બની શકે છે જેમનાં બાળકો ઓનલાઇન અભ્યાસ માટે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. રાયસિંહનગરમાં ચાર દિવસ પહેલાં એક ગામમાં 12 વર્ષના એક કિશોરે 6 વર્ષની પોતાની જ બહેન પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે કિશોરને કસ્ટડીમાં લીધો હતો.

     પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે કિશોર મોબાઈલ ફોનમાં અશ્લીલ વીડિયો જોતો હતો અને ઓનલાઇન અભ્યાસ કરતી વખતે તેને આ ટેવ પડી ગઈ હતી. પોર્ન વીડિયો જોયા પછી તેના મનમાં નેગેટિવિટી આવતી ગઈ હતી અને આટલી નાની ઉંમરમાં જ આ શરમજનક ઘટનાને તે અંજામ આપી ચૂક્યો.મોબાઇલ ફોનમાં જો બાળકો પોર્ન જોતાં હોય, તો પછી તેઓ હિસ્ટ્રીને કેવી રીતે ડિલિટ કરવી એ પણ જાણતાં હશે. આવા સમયે તેમને કેટલીક વિશેષ એપ્લિકેશનો મદદ કરી શકે છે. આ એપ્લિકેશનોનો ઉપયોગ ત્યાં સુધી ન કરવો કે જ્યાં સુધી તમને ખાતરી ન થાય કે તમારું બાળક કંઇક ખોટું જોઈ રહ્યું છે. Covenant Eyes, Kids Place – Parental Control, Abeona – Parental Control & Device Monitor જેવી એપ્સ છે જે આ બાબતે જાણવા માટે આપણે મદદ કરી શકે છે.

     ક્રોમ બ્રાઉઝર પર જઈને સેટિંગ્સ પર જાઓ. એમાં નીચે સ્ક્રોલ કરો અને Site Setting વિકલ્પ પર ટેપ કરો. અહીં જઈને (Cookies) વિકલ્પ ઓન કરી દો. આ પછી સર્ચ હિસ્ટ્રી ડિલિટ થયા પર પણ તમે જાણશો કે ફોનમાં કઈ કઈ સાઇટ્સ જોવામાં આવી છે. કૂકીઝ યુઝર દ્વારા મુલાકાત લીધેલી સાઇટ્સ, એક્ટિવિટી અને કોઈ વેબસાઇટ પર કાઢવામાં આવતા સમયની જાણકારી સાચવેલી રાખે છે. પછી તમે જોઈ શકો છો કે તમારા બાળકે કયા પ્રકારની સાઇટ્સની મુલાકાત લીધી હતી.એક કાર્ટૂન ચેનલના રિસર્ચ મુજબ, ભારતમાં 96% બાળકો એવાં ઘરોમાં રહેતાં હોય છે, જ્યાં મોબાઇલ ફોનનો ઉપયોગ થાય છે. એમાંથી 73% મોબાઇલ ફોન યુઝર બાળકો છે અને તેઓ દરરોજ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે.


Download Our B K News Today App



Related News