12 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-02 15:46:51
  • Views : 112
  • Modified Date : 2023-07-02 15:46:51

અમદાવાદમાંથી વધુ એક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક 25 વર્ષના યુવકે 12 વર્ષની દીકરીને ફસાવીને તેના મિત્ર અને તેની પ્રેમીકાની મદદથી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ સમગ્ર મામલો બાળકીએ તેના સ્વજનોને કહેતા યુવકે ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસે બાળકીની માતાની ફરિયાદના આધારે ત્રણેયની ધરપકડ કરી આકરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કસ્ટડીમાં મોઢું છુપાવી રહેલા આરોપી ગીરીશ સિંધવ અને કિંજલ છે. જેમણે 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કેસમાં મદદગારીની ભૂમિકા ભજવી છે. જેથી પોલીસે તેમની ધરપકડ કરી છે. ઘટના એવી છે કે, અમરાઈવાડી વિસ્તારમાં 12 વર્ષની બાળકીને 25 વર્ષના યુવકે પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું હતું. આ બાળકીની તબિયત ખરાબ થતા તેણે પોતાની માતાને સમગ્ર હકીકત જણાવી હતી.જેથી બાળકીની માતાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમા સંજય વાઘેલા નામના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આરોપીને પકડવા પહોંચે તે પહેલા સંજયએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી આરોપીને હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. આ દુષ્કર્મ કેસની તપાસમાં ગીરીશ અને કિંજલનું નામ સામે આવતા પોલીસે બન્નેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.અમરાઈવાડી પોલીસ સ્ટેશનના PI દીપક હડવતે જણાવ્યું કે, પકડાયેલા આરોપી ગીરીશ અને સંજય બન્ને મિત્રો છે. ગીરીશ પરિણીત છે, જ્યારે કિંજલ તેની પ્રેમિકા છે. કિંજલ પણ પરિણીત છે. 25 વર્ષના સંજયે 12 વર્ષની બાળકીને પ્રેમજાળમાં ફસાવવા તેને મોબાઈલ ગિફ્ટ આપ્યો હતો અને તેની સાથે ફોન પર વાતચીત કરીને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ બાળકીને મળવા બોલાવી હતી. જ્યારે ગીરીશ અને કિંજલે રૂમની પણ વ્યવસ્થા કરી આપી હતી. આરોપી સંજયે બાળકીની એકલતાનો લાભ લઈને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકી આ ઘટનાથી ગભરાઈ ગઈ અને તેણે તેની માતાને સમગ્ર હકીકત કહેતા આરોપીઓનો ભાંડો ફુટ્યો હતો અને તેઓને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. તેઓએ જણાવ્યું કે, મુખ્ય આરોપી સંજય હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને પોલીસની નજર કેદમાં છે. જયારે ગીરીશ અને કિંજલની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News