ઘ-૪ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં સરદાર પટેલના પુતળા પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરનારા ૯૯ યુવક-યુવતીઓ સામે પોલીસે ગુનો નોંધ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-08 11:24:07
  • Views : 317
  • Modified Date : 2020-10-08 11:24:07

ગાંધીનગર રાજ્યનું
પાટનગર હોવાના કારણે તમામ લોકો સરકારનું ધ્યાન પડે તે માટે અવાજ ઉઠાવવા અહીંયા આવતા હોય છે. ઘ-૪ નજીક સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં સરદાર પટેલના પુતળા પાસે વિરોધ પ્રદર્શન કરી રહેલાં ૯૯ યુવક-યુવતીઓ સામે પોલીસે ગુનો નોંધ્યો છે. ત્યારે મંગળવારે અલગ અલગ માંગ સાથે યુવાનો દ્વારા એકાએક સરદાર
 પટેલના પૂતળા પાસે ધરણા યોજવામાં આવ્યા હતા. જેમાં
પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી.
અનલોક થતા જ ગાંધીનગરમાં એક પછી એક વિરોધ પ્રદર્શન સરકાર સામે કરવામાં આવી રહ્યા છે. એલ.આર.ડી., એસ.આર.પી. તથા જી.પી.એસ.સી. સહિતના રાજ્યભરમાંથી આવેલા ઉમેદારો મંજૂરી વગર ભેગા થયા હતા. જેને પગલે પોલીસે તમામ સામે જાહેરનામા ભંગ અને એપેડેમીક ડિસિઝ એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. ઘટના મંગળવાર બપોરના સમયની છે જ્યારે અઢી વાગ્યાના સુમારે કેટલાક યુવક-યુવતીઓ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે ભેગા થયા હતા. માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ વગર મંજૂરી લીધા વિના ભેગા થયેલા તમામ લોકોની પોલીસે અટકાયત કરી હતી. ૯૯ ઉમેદવારો સામે
પોલીસે ગુનો દાખલ કર્યો છે. એક પ્રકારે કહી શકાય કે યુવાનોનો અવાજ દબાવવામાં આવ્યો છે. જેને પગલે સેક્ટર-૭ પોલીસનો સ્ટાફ તાત્કાલિક ત્યાં પહોંચતા ટોળું જોવા મળ્યું હતું. જેથી
પોલીસે તેઓને પૂછતાં તેઓ એલઆરડી., એસઆરપી. તથા જીપીએસસી સહિતની અલગ-અલગ ભરતીઓના ઉમેદવારો હતા. જે બાદ પોલીસે ભાવનગર, અમરેલી, રાજકોટ, સાંબરકાંઠા, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ, અરવલ્લી, મોરબી, મહિસાગર, મહેસાણા અને ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાંથી આવેલ કુલ ૯૯ લોકો ફરિયાદ નોંધી હતી.

Download Our B K News Today App



Related News