ફાયર વિભાગનો બીજા દિવસે સપાટો ઃ ૯૮ ઓફિસ, દુકાન સીલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-16 10:51:51
  • Views : 325
  • Modified Date : 2020-12-16 10:51:51

શહેરના સેક્ટર ૧૧ આવેલા કોમર્શિયલ બિલ્ડિંગમાં ફાયર સિસ્ટમ ખાડે ગઈ છે. ફાયર વિભાગ દ્વારા નોટિસો ફટકારવામાં આવી હોવા છતાં બિલ્ડિંગના સંચાલકોનું પેટનું
પાણી હલતું ન હતું. ગઈકાલે અભિષેક બિલ્ડિંગના સીલ માર્યા બાદ આજે મંગળવારે શાલીન ટાવર, સુમન ટાવર અને હવેલી આર્કેડની ઓફિસોને સીલ મારવામાં આવ્યું હતું.
રાજ્યમાં બનતા આગના બનાવો બાદ પાટનગરમાં કોઈ નિર્દોષ ફાયર સિસ્ટમના કારણે ભોગ ન બને તે માટે ખરાબ થઈ ગયેલી ફાયર સિસ્ટમ અને એનોસી વિનાની બિલ્ડિંગોને ગાંધીનગર ફાયર બ્રિગેડના ચીફ ઓફિસર મહેશ મોડ, આસિસ્ટન્ટ ચીફ ઓફિસર રાજકુમાર રાજપુત અને તેમની ટીમ દ્વારા નોટિસો ફટકારવામાં આવી હતી. પરંતુ બિલ્ડિંગોના સંચાલકોએ તેની ઉપર ધ્યાન નહીં આપતા ગઈકાલે સોમવારે અભિષેક બિલ્ડિંગના સીલ મારવામાં આવ્યું હતું ત્યારબાદ વેપારીઓ દોડતા થઇ ગયા હતા.
સેક્ટર ૧૧ માં મોટા પ્રમાણમાં કોમર્શિયલ બિલ્ડીંગ આવેલી છે. ત્યારે મંગળવારે ફાયર વિભાગ દ્વારા સીલીંગ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી. ત્યારે હવેલી
આર્કેડની ૫૪ ઓફિસ અને દુકાને સીલ મારવામાં આવ્યું હતું. જ્યારે શાલીન ટાવરમાં ૨૭ અને સુમન ટાવર માં ૧૭ ઓફિસ દુકાનોને સીલ માર્યું હતું. બીજા દિવસની કાર્યવાહીને લઇને માલિકો દોડતા થઇ ગયા હતા.

Download Our B K News Today App



Related News