ધાનેરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ૯૮.૬૩% મતદાન યોજાયંુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-16 11:16:23
  • Views : 389
  • Modified Date : 2021-01-16 11:16:23

ધાનેરા માર્કેટયાર્ડની ચૂંટણીની શુક્રવારના રોજ યોજાઇ હતી. જેમાં વહેલી સવારથી મતદારો પોતાના મત આપવા માટે આવી પહોંચ્યા હતા અને કોરોનાને લઇને તેની ગાઇડલાઇન મુજબ મતદારોને મતદાન કરવા માટે મોકલવામાં આવ્યા હતા અને સાંઅ સુધીમાં  ૯૮.૬૩% મતદાન થવા પામ્યુ હતુ.
ધાનેરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં શરૂઆતમાં બીન હરીફ કરવાના અંધાણ ચાલી રહ્યા હતા. પરંતુ જ્યારે ફોર્મ ભરવાની શરૂઆત થઇ ત્યારે ૧૬ બેઠકો માટે ૯૯ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી નોંધાવી હતી.  જેમાં રાજકીય આગેવાનો દ્વારા ધાનેરા માર્કેટયાર્ડની ચૂંટાણી બીન હરીફ કરવા માટે ભારે જહેમત ઉઠાવતા વેપારી વિભાગની ચાર બેઠક તેમજ અન્ય વિભાગની બે બેઠક બીન હરીફ થવા પામી હતી. જ્યારે ખેડૂત વિભાગમાં ૧૦ બેઠકો માટે ૧૮ ઉમેદવાર મેદાનમાં હોવાથી શુક્રવારે મતદાન યોજાયુ હતંુ. જેથી સુક્રવારે વહેલી સવારથીજ માર્કેટયાર્ડમાં તાલુકાના અગ્રણીઓ તેમજ અન્ય લોકો  મોટા પ્રમાણમાં જાેવા મળ્યા હતા અને ચૂંટણી અધિકારીની ટીમ દ્વારા ખેડૂત વિભાગના ૧૮૯૨ મતદારોને મતદાન માટે ૫ બુથ ઉભા કરવામાં આવ્યા હતા અને ચુસ્ત પોલિસ બંદોવસ્ત સાથે સવારે ૯ વાગે મતદાન શરૂ કરવામાં આવેલ અને  સાંજે
પાંચ વાગ્યા સુધીમાં ૧૮૬૬ મતદારોએ મતદાન કરતાં  ૯૮.૬૩% મતદાન થવા પામ્યુ હતુ. અને મતદાન પુર્ણા થતાં ઉમેદવારો તેમજ તેમના
ટેકકેદારો માર્કેટયાર્ડના
પટાંગણમાં પોતાના મત બાબતે ચર્ચા કરતા જાેવા મળ્યા હતા. જ્યારે આજે સવારે ૯-૦૦ કલાકેથી પાંચ બુથોની મતગણતરી પણ હાથ ધરવામાં આવનાર છે.

Download Our B K News Today App



Related News