ખરાખરીના જંગમાં બંને પક્ષોના જીતના દાવા વચ્ચે દિયોદર એપીએમસીમાં ૧૪ બેઠક માટે ૯૮.૬૨ ટકા મતદાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-15 11:24:25
  • Views : 557
  • Modified Date : 2020-10-15 11:24:25

દિયોદર માર્કેટયાર્ડમાં બુધવારે ૧૪ બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ ૯૮.૬૨ ટકા મતદાન નોંધાયું હતું. જેમાં ખેડૂત વિભાગમાં ૯૮.૨૩ ટકા અને વેપારી વિભાગમાં ૯૮.૬૨ ટકા મતદાન નોંધાયું છે. ખરાખરીના આ જંગમાં બંને પક્ષોએ જીતના દાવા કર્યા છે. ત્યારે હાલ તો ૨૮ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું છે. જ્યારે આજે ગુરુવારે તેની મત ગણતરી યોજાશે.
દિયોદર માર્કેટયાર્ડની બુધવારે ચૂંટણી યોજાઈ હતી. જેમાં માર્કેટયાર્ડની ૧૬ બેઠકોમાંથી અગાઉ ૨ બેઠકો બિનહરીફ થતાં બુધવારે ૧૪ બેઠકોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં મતદાન કરવા માટે વહેલી સવારથી જ ખેડૂતો અને
વેપારીઓ ઉમટી પડ્યા છે. જેમાં ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટે ૨૦ ઉમેદવાર અને વેપારી વિભાગ માટેની ૪ બેઠકો માટે ૮ ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે ૨૧૮૯ મતદારો ઉમેદવારનું ભવિષ્ય નક્કી કરશે. સાંજે મતદાન પૂર્ણ થતા ખેડૂત વિભાગમાં ૯૮.૨૩ ટકા અને વેપારી વિભાગમાં ૯૮.૬૨ ટકા મતદાન નોંધાયું હતું. આ ચૂંટણીમાં માર્કેટયાર્ડના વર્તમાન ચેરમેન અને દિયોદરના કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા તેમજ ઇશ્વરભાઈ તરકની પેનલ સામસામે હોવાથી બંને પેનલો પોતાના તરફી મતદાન થાય તે માટે એડીચોટીનું જોર  લગાવ્યું છે. તો ખેડૂતો તેમના મુદ્દાઓને લઈને કામ કરે તેવા ઉમેદવારને મત આપશે તેવું કહી રહ્યા છે.
દિયોદર માર્કેટયાર્ડમાં કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા છેલ્લા ૮ વર્ષથી ચેરમેન છે. જેથી તેવો આ વખતે ફરીથી તેમની પેનલ જીતશે અને તેવો ફરીથી ચેરમેન બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. તો તેમની હરીફ પેનલના ઈશ્વરભાઈની પેનલ આ વખતે જીતશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. જોકે માર્કેટયાર્ડની ચૂંટણી માટે ખેડૂતો તેમજ વેપારીઓ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. જેની મત ગણતરી ગુરુવારે હાથ ધરાશે અને
પરિણામ આવશે. તેથી કયા ઉમેદવારો જીતશે તેમજ માર્કેટયાર્ડમાં પરિવર્તન થાય છે કે પુનરાવર્તન તે તો આજે નક્કી થશે.

Download Our B K News Today App



Related News