રાજ્યનાં 9700 વરસાદી તળાવો, 4600 ચેકડેમ સંપૂર્ણપણે ભરાયાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-01 13:36:37
  • Views : 486
  • Modified Date : 2019-09-01 13:36:37

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં કુદરતી પાણીના સ્ત્રોત ઉંચા આવે તેમજ વરસાદી પાણીના જળસંચય વધુને વધુ થાય તેનો લાભ નાગરિકો અને લાખો ખેડૂતોને થાય એ આશયથી હાથ ધરાયેલ રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનને વ્યાપક જન પ્રતિસાદ સાંપડ્યો છે. જનભાગીદારી પ્રેરિત આ સુજલામ સુફલામ જળ અભિયાન પરિણામે છેલ્લા બે વર્ષમાં 23,553 લાખ ઘનફૂટ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે. આ અભિયાનના કારણે રાજ્યનાં 9700 વરસાદી તળાવો અને 4600 ચેકડેમો સંપૂર્ણપણે ભરાયાં છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, ચાલુ વર્ષે પણ મેઘરાજાની મહેર થતાં લગભગ 95 ટકા જેટલો વરસાદ રાજ્યમાં થઇ ગયો છે ત્યારે રાજ્ય સરકારની દીર્ઘદ્રષ્ટિ અને આયોજનના પરિણામે આ અભિયાન હેઠળ જે તળાવો ઊંડા કરાયા હતા અને ચેકડેમનું ડિસીલ્ટીંગ કર્યુ હતું એ પૈકી મોટાભાગના તળાવો-ચેકડેમમાં નવો જળસંગ્રહ થયો છે. તેના લીધે 5 થી 7 ફૂટ જેટલા ભુગર્ભ જળ સ્તર ઉંચા આવ્યા છે.  તેમણે કહ્યું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાતે તમામ ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે. વિકાસનો મૂળભૂત આધાર પાણી છે ત્યારે સર્વાંગી વિકાસ માટે એ પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય અને જળસંચય ક્ષમતામાં વધારો કરી રાજ્યમાં ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાનું આ એક ઐતિહાસિક જનઆંદોલન બન્યુ છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, આ અભિયાન હેઠળ છેલ્લા બે વર્ષમાં રાજ્યભરમાં 12,279 તળાવો ઊંડા કરાયા હતા. તે પૈકી 9,700 તળાવો સંપૂર્ણ ભરાઇ ગયાં છે. એ જ રીતે 5,775 ચેકડેમોનું ડી-સીલ્ટીંગ કરાયું હતું. તે પૈકી 4,600 ચેકડેમોમાં નવો જળસંગ્રહ થયો અને સંપૂર્ણ ભરાઇ ગયાં છે અને 23,553 લાખ ઘનફૂટ જળસંગ્રહ થયો છે. ખોદાણના લીધે નીકળેલ માટી પણ ખેડૂતોને ખેતરમાં પાથરવા માટે આપવામાં આવી હતી જેના પરિણામે કરોડો હેક્ટર જમીન પણ નવસાધ્ય થઇ છે.

Download Our B K News Today App



Related News